________________
૧૫૦ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ભમને સંદેશે જણાવ્યું તે તે સાંભળીને પેથડશા ગદગદ થઈ ગયા, ભીમના માટે તેમના હૈયે અનહદ પ્રેમ ઉભરાઈ આવ્યું. પણ મહામંત્રીએ ભીમની ભેટ એમને એમ ન સ્વીકારી. તેમણે બંને આગંતુકેને કહ્યું હું તમારા બંનેનું વાગત કરું છું. આપ મહાનુભાવ ભીમ તરફથી ઉત્તમ ભેટ લઈને આવ્યા છે, તેને સ્વીકાર હું અહીં નહિ કરું. આપ નગરની બહાર ધર્મશાળા છે ત્યાં પધારે, આ ભેટનું હું ઉચિત સ્વાગત કરીશ અને પછી તેને સ્વીકાર કરીશ. - પિલા બંને આગંતુકને આ સાંભળી ઘણું જ આશ્ચર્ય થયું. મહામંત્રી આ વસ્ત્રોનું સ્વાગત કરશે ? બિચારા! મહામંત્રીના ભવ્ય આદર્શને તેઓ કેવી રીતે સમજી શકે? મહાપુરૂષને સંકેત હરકોઈ માણસ સમજી નથી શકતા. તમે સમજી શક્યા છે મહામંત્રીના સંકેતને? હવેલી પર તેમણે શા માટે ભેટનો સ્વીકાર ન કર્યો? પેલા બે આગંતુકે પાસેથી મહામંત્રીએ મહાનુભાવ ભીમના જીવન વિષે ઘણી વાત સાંભળી હતી. એ સ ભળતા સાંભળતાં મહામંત્રીના હૈયે વૈષણિક સુખ પ્રત્યે વૈરાગ્ય જ હતે. ઉત્તમ ભાવના જાગ્રત થઈ હતી. પેલી ભેટ ઉત્તમ ભાવનાને જગાડવામાં નિમિત્ત બની હતી આવા શુભ નિમિત્તને આદર-સત્કાર કરે જોઈએ કે નહિ? જે જડ કે ચેતન વસ્તુ માણસના શુભ અને શુદ્ધ ભાવેની જાગૃતિ માં નિમિત્ત બને છે તે નિમિત્ત માણસ માટે દર્શનીય, પૂજનીય અને અભિનંદનીય બને છે. પછી ત્યાં જડ-ચેતનને ભેદ નથી કરાત. સારાં નિમિત્તોને ઉપકાર માને?
કેટલાક લેકે એ તર્ક કરે છે કે “પરમાત્માની મૂર્તિ તે જડ હોય છે, પથ્થર કે ધાતુની હોય છે, તેનાથી શું મળવાનું છે? પથ્થરની ગાય દૂધ નથી આપતી” કેટલે મૂર્ખતાપૂર્ણ તર્ક છે આ ! શિલ્પી પથ્થરની ગાય બનાવી ને બજારમાં વેચે છે તે દૂધ તે શું હજાર રૂપિયા તે કમાય છે. પરમાત્માની મૂર્તિ ભલે જડ હોય પરંતુ આપણા રાગ-દ્વેષના દુર્ભાને તે મટાડે છે અને વૈરાગ્ય