________________
પ્રવચન-ટ
૧૫૭ ઉપાશ્રયમાં વિવેકથી આવે, વિવેકથી જાઓ. વિવેકથી ઉભા રહે. વિવેકથી બેસે, વિવેકથી બેલે પણ મંદિરના પગથિયે જે બે બેને મળી ગઈ તે બસ વાતેના તડાકા ચાલુ! ભગવાનને અભિષેક કરવાના સમયે, ભગવાનની પૂજા કરવાના સમયે પણ આડીઅવળી વાત કરે છે ને તમે મૌનને પાપ માને છે? બેલવું એ ધર્મ, મૌન રહેવું તે. અધર્મ? વાત કરવી એ પુણય અને ચૂપ રહેવું તે પાપ શું તમે આવું સમજી બેઠા છેજે બેલવું જરૂરી છે, તે- તમે બેલતા જ નથી. અને જે બેલવું પાપ છે, અવિવેકપૂર્ણ છે, તે જ બસ, બકે રાખે છે ? કેટલે ઘોર અવિવેક તમારા જીવનમાં છવાઈ ગયો છે ? જવનના કયા ક્ષેત્રમાં તમે લેકે વિવેકપૂર્ણ અને ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરે છે, એ જરા કહેશે? ૨ પિડિશાનું જીવન આદર્શ જીવન કહેવાય છે. હજાર રૂપિયાને સદ્વ્યય કરી પેથડશા શ્રાવક ભીમની ભેટનું ભવ્ય સ્વાગત કરીને, એ ભેટને વાજતે-ગાજતે પિતાના ઘરે લઈ આવે છે અને પરમાત્માની પૂજા માટેના એ વને સુગ્ય પવિત્ર સ્થાન પર પ્રેમથી પધરાવીને પછી રોજ તેના દર્શન કરે છે. આ ભેટ શુભ ભાવનાને જાગ્રત કરવામાં નિમિત્ત બની છે. મહામંત્રી તેનું કેટલું ઊંચું મૂલ્યાંકન કરી રહ્યા છે. યાદ રાખે, સંસારના તમામ વૈભવ પ્રાપ્ત થવા દુર્લભ નથી, દુર્લભ તે છે મનની શુભ ભાવનાની જાગૃતિ. શુભ વિચાર, પવિત્ર મનેભાવ! ઉત્તમ અધ્યવસાય અનંતા-અનંતા કર્મોની નિર્જરા કરે છે. એક જ શુભ વિચાર દેવકના અસંખ્ય વર્ષોનું આયુષ્ય કર્મ બાંધી શકે છે. અનંતા જન્મમાં આ જીવે શું નથી મેળવ્યું? અનંતીવાર તેણે દેવલોકનું સુખ જોગવ્યું છે. પરંતુ કમ-નિર્જરા માટે અસાધારણ કારણભૂત શુભ અને શુદ્ધ અધ્યવસાય તેને નથી મળ્યા! આત્મગુણેના આવિર્ભાવમાં નિમિત્તભૂત શુભ વિચાર-વૈભવ તેને નથી મળ્યો! વ્રત લેતાં વિવેક જરૂરી * સતત એવા નિમિત્તે ના સંપર્કમાં રહેવું જોઈએ કે જે નિમિત્તેથી