________________
પ્રવચન- ૯
: ૧૫૫
પરમાત્માની પૂજા કરી, અખૂટ નેહ અને સદ્દભાવથી સદગુરૂની સેવા કરી, નિસ્વાર્થ અને નિરપેક્ષ પ્રેમથી સીદાતા સાધર્મિકેના આંસુ લુંછયા, તેમના હૈયાને સાંત્વન આપ્યું, ભારેભાર શ્રદ્ધાથી ધર્મતીર્થોની રક્ષા કરી...વગેરે ધર્માચરણથી જે કર્મ બંધાશે અને
જ્યારે તેને વિપાકેદય થશે ત્યારે એ જીવને અપૂર્વ સુખને અનુભવ કરાવશે. દિવ્ય સુખનું સંવેદન કરાવશે. લાંબા સમય સુધી સુખની અનુભૂતિ આપશે. આને તાત્પર્યાર્થ એ થયો કે જે ક્રિયામાં પ્રબળ અને પ્રગાઢ રાગ-દ્વેષ મીકસ (mix) થાય છે, ભળે છે. એ ક્રિયાથી જે કર્મબંધ થાય છે તેને વિપાકેદય થાય છે. પછી એ ક્રિયા ધર્મની હિય કે અધર્મના, પુણ્યની ક્રિયા હેય કે પાપની, તીવ રાગ-દ્વેષથી પાકિયા કરશે તે છે ક્રિયાથી એ કર્મબંધ થશે કે જ્યારે તેને ઉદય થશે ત્યારે એ કર્મ પારાવાર દુઃખનો અનુભવ કરાવશે. આથીજ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા વારંવાર ભારપૂર્વક કહે છે કે
તીવ્ર રાગ-દ્વેષથી એક પણ પાપ ન કરે. પાપને પાપ માને પાપત્યાગને આદર્શ બનાવે અને હૈયે પાપાચરણનું તીવ્ર દુખ રાખો.
આ પ્રમાણે જીવનમાં પાપ થઈ જાય છે તે તેનાથી અલ્પ કર્મબંધ થાય છે અને એવા કર્મોને પ્રદેશદય પણ થઈ શકે છે. મારે તમને આ જ વાત સમજાવવી છે કે તમે પાપને ભૂલથી પણ કર્તવ્ય ન માને. પાપને કરવા યોગ્ય ન સમજે. પાપને કદી બચાવ ન કરે. પાપને નખશીખ પાપ જ સમજે, ગણે, માને છે અને પાપ કરી બેસેનિર્બળતાથી પાપ થઈ જાય તે તેને તીર પસ્તા કરે. થઈ ગયેલા પાપ માટે રડે, સાચા આંસુ સારો. પેથડશાહનું ચિંતન
મહામંત્રી પેથડશા ત્યારે ઉંમરમાં કંઈ મોટા ન હતા. માત્ર ૩૨ વર્ષની ઉંમર હતી. જુવાનજોધ હતા. પત્ની પ્રથમિણી રૂપાળી