________________
પ્રવચન
૧૪૭ પણ કહી શકાય. ક્રિયાત્મક ધર્મ પણ કહી શકાય. અલબત ક્રિયાત્મક ધર્મ ભાવશૂન્ય નથી હોતા. ભાવશૂન્ય ક્રિયા અનુષ્ઠાનધર્મ નથી બની શકતી. આપણા જીવનની દરેક ક્રિયા ધર્મ બની શકે છે, જે એ ક્રિયા-અનુષ્ઠાન ૧ અવિરુદ્ધ વચનથી પ્રમાણિત હય, ૨ જે પ્રકારે એ અનુષ્ઠાન કરવાનું શાસ્ત્રમાં વિધાન હોય એ જ પ્રમાણે તે કરવામાં આવે, ૩. એ અનુષ્ઠાન મૈત્રી, પ્રમોદ કરૂણા અને માધ્યસ્થ ભાવ સાથે કરવામાં આવે તે. ધર્મમય જીવન જ શાંતિપૂર્ણ બને
માત્ર ધાર્મિક ક્રિયાઓની જ વાત નથી જીવનની દરેક ક્રિયાને ધર્મની આ પરિભાષા સ્પર્શ કરે છે. ગ્રન્થકાર મહાત્માએ આજ ગ્રંથમાં એ ક્રિયાઓ બતાવી છે અને તેનું માર્ગદર્શન આપ્યું છે. મકાન કયાં અને કેવું બનાવવું, લગ્ન કેની સાથે અને કયારે કરવા, ધનપ્રાપ્તિ કેમ કરવી વગેરે વાતનું પ્રકારે યાચિત માર્ગદર્શન આપ્યું છે. તમે લેકે જો આ માર્ગદર્શન પ્રમાણે જીવન જીવો તે તમારૂં સમગ્ર જીવન ધર્મમય બની શકે છે. જીવનને ધર્મમય બનાવવા ઈચ્છે છે ને? ધર્મમય જીવન જ શાતિપૂર્ણ હોઈ શકે છે. તમે આ પ્રમાણેના ધર્મમય જીવનથી ભયમુક્ત બનશે, શ્રેષરહિત બનશે અને અખિન્ન બનશે. ધર્મમય જીવનના આ પ્રત્યક્ષ લાભ છે. બે-ચાર ધર્મક્રિયા કરવા માત્રથી જીવન ધર્મમય નથી બની જતું.
સભામાંથી અમે લેકે તે એમજ માનીએ છીએ કે બેચાર ધર્મક્રિયા કરવાથી ધાર્મિક બની જવાય છે.
મહારાજશ્રી : એ માન્યતા તમારે બદલવી પડશે. આ માન્યતા ભ્રાન્તિપૂર્ણ છે. મિથ્યા છે. અરે ! બે-ચાર ધર્મક્રિયા પણ તમે કેવી રીતે કરે છે? વિધિપૂર્વક કરે છે? ભાવપૂર્ણ હદયથી કરે છે ?
ઔચિત્ય જાળવીને કરે છે? તમે તમારી જાતને ધાર્મિક કેવી રીતે માની લીધી ? દુખોને ભય તમને સતાવે છે ને ? ગુણ વાન પુરૂષે પ્રત્યે દ્વેષ થઈ જાય છે ને ? ધર્મક્રિયા કરતા ખેડ, ગ્લાનિ, થાક, કંટાળો અનુભવે છે ને? ધાર્મિક માણસના જીવનમાં આ