________________
પ્રવચન-૮
: ૧૪૫ સાધ્વીએ “યાદિતનું ઉલંધન કર્યું ! જિનાજ્ઞાન ભંગ કર્યો. મશાનમાં રાતના સમયે સાધ્વીએ એકલા ન જવું જોઈએ, છતાંય તે ગઈ હતી. જિનાજ્ઞાનું આ ઉલંઘન હતું. શું પરિણામ આ યું તેનું ? તેના મનમાં સંસારસુખની વાસના દઢ થઈ ગઈ. તેણે મનમાં સંકલ્પ કર્યો. મારી તપસ્યાના ફળસ્વરૂપે મને આવતા ભવમાં પાંચ પુરૂષનું સુખ મળે!” તેણે તપસ્યાને સે કર્યો. મહાન કર્મનિર્જરા કરનાર તપશ્ચર્યાનું લિલામ કરી નાખ્યું. તેને સંસારને તુચ્છ અસાર ભેગસુખ આપીને તપશ્ચર્યા સમાપ્ત થઈ ગઈ
કેમ થયું આમ પતન શાથી થયું ? પ્રભને એ સાધવને પછાડી. એ વેશ્યાના વિલાસનું દર્શન સાથ્વીના માટે પ્રબળ પ્રલોભન બની ગયું. ભય અને પ્રલોભન પર વિજય મેળવ્યા વિના સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત નથી થઈ શકતી. જ્ઞાની પુરૂષોએ મેક્ષ માર્ગની જે આરાધના બતાવી છે, તેના જે નીતિ-નિયમ બતાવ્યા છે, વિધિવિધાન બતાવ્યા છે તે એ દષ્ટિકોણથી બતાવ્યા છે કે સાધક ભય અને પ્રલેભનમાં લપસીને પટકાય નહિ. આપણે ઊંડાણથી વિચારવું જોઈએ. તે વિધિ પ્રત્યે, મર્યાદાઓ પ્રત્યે અરૂચિ નહિ થાય, તિરસકાર નહિ થાય-આમ આ પ્રમાણે જિનાજ્ઞાને ધ્યાનમાં રાખીને જ્ઞાની પુરૂષોએ બતાવેલ માર્ગે ચાલે અને આત્મકલ્યાણની સાધના કરે એ જ શુભ કામના. આજે આટલું જ–