________________
૧૧૦ ૧
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
જ્યાં પ્રેમ ત્યાં વિધિને આદરઃ
આવા પરમાત્મ–પ્રેમીને, પરમાત્મભક્તને કઈ જ્ઞાની પુરુષ પર માત્મપૂજનની વિધિ બતાવે તે એ ભક્ત ગુસે નહિ થાય, જ્ઞાની પુરૂષને તે અનાદર નહિ કરે. જ્ઞાની પુરૂષને તે ઉત્સુકતાથી સાંભળશે. તેમની બતાવેલી વિધિને તે આનંદથી સ્વીકાર કરશે. જેમકે, જિનમંદિરમાં ‘નિસીહિં બેલીને દાખલ થવું, ત્રણ પ્રદક્ષિણા દેવી, ત્રણ વાર પ્રણામ કરવા, ત્રણ પ્રકારની અંગપૂજા,અગ્રપૂજા અને ભાવપૂજા કરવી, પરમાત્માની ત્રણ અવસ્થાઓનું છવસ્થ અવસ્થા, કૈવલ્ય અવસ્થા અને રૂપાતીત અવસ્થાનું-ચિંતન કરવું, પરમાત્માની મૂર્તિ તરફ જ જેવું, સૂત્ર, અર્થ અને પ્રતિમાનું આલંબન લેવું વગેરે બાબત પર તેનું ધ્યાન જવાનું જ. જ્યાં પ્રેમ ત્યાં સમર્પણ
જેને પરમાત્મા સાથે પ્રેમ થઈ ગયો, પરમાત્માને પ્રિયતમ માન્યા, તે શું પિતાના પ્રિયતમને મળવા ખાલી હાથે જશે? મેલો ઘેલાં કપડાં પહેરીને જશે? તમે બધાં મંદિરે જાઓ છે ને? મંદિરમાં કેની પાસે જાઓ છે? પાષાણુ પાસે કે પરમાત્મા પાસે જાઓ છે? કેવા દ્રવ્ય લઈને જાઓ છે ? પિતાના ઘરેથી જ પૂજન-સામગ્રી લઈને જાઓ છે ને? જોયેલાં અને સારા કપડાં પહેરીને જાઓ છે ને ચંદન કેસર દીપક, ધૂપ, ફળ, નૈવેદ્ય વગેરે લઈને પરમાત્માના મંદિરે જાઓ છે ને? પરમાત્મા પાસે લેવા જાઓ છે કે આપવા?
સભામાંથી અમે તે કશું જ મંદિરે લઈને જતા નથી. કપડાં પણ મંદિરના જ પહેરીએ છીએ
મહારાજશ્રી તે તમે ગરીબ હશે? માટે તમે પૂજન સામગ્રી તમારા ઘરેથી નહિ લઈ જતા હે અથવા તમે સ્વાર્થી હશે ! કઈક લેવા જતા હશે મંદિરે ! સ્વાથી હમેશા લેવામાં જ સમજે છે!