________________
પ્રવચન
: ૧૧૧ એક દિવસ ભગવાન શંકરે જટાશંકરને દર્શન આપ્યાં જટાશંકરને કહ્યું: “બેટાહું તારા પર પ્રસન્ન થયે છું. તું માંગ તે તને આપું.'
જટાશંકરે પૂછયું: “ભગવાન ! આપની દેવાની પદ્ધતિ શું છે?
ભગવાને કહ્યું : “વત્સ ! હું એકના સે આપું છું. તું મને એક રૂપિયા આપીશ તે તને રૂા. એ આપીશ.”
જટાશંકરે વિચાર કર્યો કે ભગવાનની આ પ્રથમ મુલાકાત છે. સાંભળ્યું છે કે ભગવાન જે હોય છે તે ક્ષણવારમા અદશ્ય પણ થઈ જાય છે ! આથી તેમના પર એકદમ કેમ વિશ્વાસ મૂકી શકાય? તેમને એક રૂપિયો આપું અને તે એકદમ અદશ્ય થઈ જાય છે? મારે તે રૂપિયે પણ જતું રહે. જટાશંકર બુદ્ધિશાળી હતું. તેણે ખૂબજ વિચારીને કહ્યું:
ભગવાન ! આપ તે ખૂબ જ દયાળુ છે. એક રૂપિયાના બદલામાં આપ સે રૂપિયા આપે છે. તે ભગવાન ! આપ એમ કહે કે એક રૂપિયે કાપીને મને ૯૯ રૂપિયા આપી દે !”
ભગવાન શંકર તે સાંભળીને સ્તબ્ધ જ રહી ગયા!
જટાશંકરને માત્ર લેવું જ હતું. દેવામાં આપવામાં તે સમજે જ ન હતું. તમારી શી સ્થિતિ છે? તમે કેવા છે? ભગવાન પાસે તમે લેવા જાઓ છે કે દેવા? શું દેવા જાઓ છો? પૂજા કરવા જાઓ છે, તે ઉત્તમ ક લઈને જાઓ છે? સુંદર વસ્ત્ર પહેરીને જાઓ છો? કે પછી મંદિરમાં મૂકેલા લાલ-પીળા અને ઘણાં માણસેએ પહેરીને ગંદા કરી મૂકેલા કપડા પહેરીને પૂજા કરે છે? પછી તમારા હૈયે ઊ ચા અને ઉમદા ભાવ જાગે જ કયાથી ૧
ઉત્તમ ક્ષેત્રમાં–તીર્થભૂમિમાં જાઓ છો તે ત્યાં તમારા પિતાના દ્રવ્યથી જ પૂજા કરે છે ને? ત્યાં તે નીતિ-નિયમનું પાલન કરે છો ને ? તીર્થયાત્રા કેમ કરવી તેનું જ્ઞાન તમને છે? નથી, કેઈ જિનાજ્ઞાનું જ્ઞાન નથી. એકેય ધર્માનુષ્ઠાનની વિધિની ખબર નથી. નથી પરમાત્મા માટે પ્રેમ નથી તેના માટે ભક્તિ છતાંય તમે “ધર્મ કરે છે એમ