________________
પ્રવચન-૭
= ૧૧૫ ધર્મગ્રન્થનો આધાર લીધા વિના તમે ધર્મનું આચરણ સાચા રૂપમાં નહિ કરી શકે. ધર્મ કરવા જશો તે અધર્મ જ કરી બેસશો ! દેખાદેખીથી કે આંધળા અનુકરણથી ધર્મ કરનારાનાં જીવન જુઓ ! નથી તેમનામાં કેઈ ધર્મચેતનાને આવિર્ભાવ કે નથી કે ઉર્વી મુખી જીવન-પરિવર્તન ! આંધળું અનુકરણ એક દષ્ટાંત
એક ગામમાં એક સાધુ-મુનિરાજ પધાર્યા. રાજસ્થાનનું પછાત ગામ હતું. ગામમાં ચેડાંક જૈન કુટુંબ પણ હતા. સાધુ-મુનિરાજને જોઈને તેમને આનંદ થયે. તેઓ ઉપાશ્રયે ગયા. મુનિરાજને વંદન કર્યું. ભિક્ષા-ગોચરી માટે પિતાના ઘરે લઈ ગયા. મુનિરાજનું સુંદર સ્વાગત કર્યું. મુનિરાજે એ ભક્તને કહ્યું: “સાજે ઉપાશ્રયે આવજે, અને મારી સાથે પ્રતિક્રમણ કરજો.
ભક્તાએ કહ્યું. “મહારાજ સાહેબ ! અમે જરૂર આવશું પણ અમને પ્રતિક્રમણ કરતાં નથી આવડતું' મુનિરાજે કહ્યું: ‘ચિંતા ન કરે. હું જેમ કરું તેમ તમે કરો” ભકતે બધા સહમત થયા. સાંજે ઉપાશ્રયે ગયા. પ્રતિકમણની ક્રિયા શરૂ થઈ. મુનિરાજ જે પ્રમાણે ધર્મક્રિયા કરતા, તેમ તેમને જોઈ જોઈને ભક્ત પણ કરતા. તેઓ માત્ર ક્રિયા જ કરતા હતા. સમજતા કશું જ નહિ!
હવે બન્યું એવું કે મુનિરાજને પ્રતિક્રમણ કરતાં કરતાં ફીટ આવી. તેમને ફીટનું દર્દ હતું અને અવારનવાર ફીટ આવી જતી. પ્રતિક્રમણ કરતાં કરતાં ફીટ આવી એટલે તેઓ લાંબા થઈને પડી ગયા. હાથ-પગ પછાડવા લાગ્યા. મોંમાં ફીણ આવી ગયું. પ્રતિક્રમણ ચાલુ હતું. મુનિરાજ જેમ કરતા હતા તેમ જ ક્રિયા કરવાની હતી. ભકતે પણ લાંબા થઈને સૂઈ ગયા. હાથ-પગ પછાડવા લાગ્યા! પણ ઘણું કરવા છતાંય તેમના મેમાથી ફીણ ન નીકળ્યું !
પ્રતિક્રમણ પૂરું થયું. મુનિરાજે ભકતને પૂછયું : “કેમ, બરાબર પ્રતિક્રમણ કર્યું ને! હું જેમ કરતું હતું તેમજ બધું કર્યું ને?