________________
૧૧૮ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
પુરુષો પણ છે. તેમનો સત્સંગ કરે. તેમનાં ચરણે શ્રદ્ધાથી બેસો! બુદ્ધિ તે તમારી પાસે છે જ. તેને જરા સૂક્ષ્મ અને તીણ બનાવે. આથી તકશાસ્ત્રને પણ ડોક અભ્યાસ કરવો જોઈએ.
સભામાંથી ? એ તે અધ્યયન કાળમાં બની શક્ત. હવે તે ભણવાનો સમય પણ નથી અને તે માટે જોઈતા રસ અને રૂચિ પણ નથી. તે શું કરવું અમારે ? અર્થપ્રધાન અને કામપ્રધાન માનવી!
મહારાજશ્રી : અધ્યયન-કાળ જેમને છે, તેઓ પણ કયાં આજ સંસ્કૃત-પ્રાકૃત ભાષા શીખે છે? ભણે છે તે માત્ર પાસ થવા માટે! ધર્મગ્રન્થને અભ્યાસ સ્કૂલના ભાષાસાનથી નથી થઈ શકતે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન સંસ્કૃત ભાષાનો અભ્યાસ નહિવત્ થઈ ગયે. અભ્યાસનું ધ્યેય માત્ર અર્થપ્રાપ્તિ બની રહ્યું. માણસ અર્થપ્રધાન અને કામપ્રધાન બની ગયે. જીવનમાં ધર્મપુરૂષાર્થનું સ્થાન જ ન રહ્યું. જુઓ ! આપણા દેશની એક પણ યુનિવર્સિટીમા ધર્મજ્ઞાનની શાખા નથી ! કાયદે, વિજ્ઞાન, વાણિજય, કળા વગેરેની શાખાઓ છે પણ. ધર્મ-જ્ઞાનની કઈ જ શાખા નથી ! પ્રાદેશિક ભાષાઓ સાથે અંગ્રેજી ભાષા શીખવામાં આવે છે. પણ સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ પ્રત્યે ઉપેક્ષા કરાય છે. આપણા દેશના તમામ ધર્મોના ગ્રન્થ મોટા ભાગે સંસ્કૃત -પ્રાકૃત ભાષામાં છે. આ ભાષાઓના કેટલા વિદ્વાન છે? ભાષાનું જ્ઞાન આપવામાં આવે તે પણ તેને અભ્યાસ કરવાની તમન્નાવાળા કેટલા? સંસારના કેઈપણ વ્યવસાયમાં સંસ્કૃત-પ્રાકૃતભાષાની ઉપગિતા નથી! ધર્મપુરૂષાર્થનું લક્ષ્ય જ નથી ! તે પછી સસ્કૃત-પ્રાકૃત કેણુ ભણે? જીવનમાં ધર્મપુરૂષાર્થની અનિવાર્યતા છે એવું સમજાય નહિ ત્યાં સુધી ધર્મગ્રન્થના અભ્યાસ માટે રસ-રૂચિ પેદા નહિ થાય. સમગ્ર જીવન પર અર્થ અને કામ છવાઈ ગયા છે. જીવનમાં ધર્મનું કેટલું અને કેવું સ્થાન છે? ક્યાંય તેનું જીવનમાં સ્થાન છે ખરું? ધર્મને જ સમજ્યા નથી, પછી તેનું સ્થાન કયાં અને કેવું ! કેમ ખરું ને? તે ધર્મનું સ્વરૂપ સમજે. કારણ કે તમારી પાસે તેને સમજવાની સૂમબુદ્ધિ છે.