________________
૧૪૨ ઃ
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
સ્થાને માં, તેવી રીતે પ્રલોભને પણ આવી શકે છે એવા પ્રસંગે વિરાગી અને અનાસકત બની રહેવાનું હોય છે. રાગ નહિ ! ભય નહિ! અને કહે છે, સાધના ! સમજે છે સાધના–માર્ગને ? રાગ-દ્વેષ અને ભયથી ઘરમાં બેઠાં બેઠાં શું તમને મોક્ષ મળી જશે? સાધના માર્ગનું માર્ગદર્શન મેળવ્યા વિના ગમે તેમ સાધના કરવાથી શું તમને સિદ્ધિ મળી જશે? યાદ રાખે, જે કંઈ આરાધના, જે કંઈ સાધના કરવી હોય તેનું માર્ગદર્શન વિશેષજ્ઞ જ્ઞાની પુરુષ પાસેથી મેળવી લઈને કરે. તેમાં તમારું ડહાપણ ન ડહે છે. એ સાથી પિતાની ગુરુણની વાત નથી માનતી. તેના મનમાં પ્રબળ ઈચ્છા જાગ્રત થઈ હતી કે “શમશાનમાં જઈને રાત્રિ વ્યતીત કરું અને રાતભર આત્મધ્યાન કરું ? રાત્રે એકલી સાધ્વી મશાનમાં જાય છે !
ધ્યાન કરવાની પ્રબળ ઈચ્છા તે સારી છે પરંતુ “સ્થાનને આગ્રહ ખરાબ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળને એ આગ્રહ નહિ હવે જોઈએ કે જેથી પોતાના રાગ-દ્વેષ વધુ પ્રબળ અને પ્રગાઢ બની જાય. ધર્મ. આરાધનાનું મૂળ રહસ્ય ભૂલી જઈને, ધર્મના નામે આજ માણસ દ્રવ્ય, ક્ષેત્ર અને કાળને આગળ ધરીને ભયંકર ઝઘડા કરી રહ્યો છે. એ સમજદારેને કોણ સમજાવે? દ્રવ્ય, ક્ષેત્ર અને કાળને અનુલક્ષીને માર્ગદર્શન આપી શકાય છે. તે માટે ઝઘડવાની કોઈ જ જરૂર નથી. એ સાધ્વીએ મશાનમાં જઈને આત્મધ્યાન ધરવાને દઢાગ્રહ કર્યો ત્યારે ગુરુણીએ કહ્યું “જહા સુખં? તને જેમ સુખ લાગે તેમ કર !”
જહા સુખ જૈન શ્રમણ-પરંપરાનું અનુપમ સૂત્ર છે. કેટલે સુંદર ભાવ છે આ સૂત્રને! સમજાવાય તેટલું સમજાવ્યું કહેવાનું હતું તેટલું કહ્યું, છતાંય તમને માન્યામાં ન આવતું હોય, કહ્યું ગળે ન ઉતરતું હોય તે તમને જેમ સુખ લાગે તેમ કરે! પિતાનું કહ્યું ન માને તેમના માટે પણ સુખની કામના! કેટલી