________________
પ્રવચન
:19. તે એ ક્રિયા ધર્મક્રિયા નથી બની શકતી. જે પણ ધર્મનુષ્ઠાન કરે, એ ધર્માનુષ્ઠાન બતાવનાર શાસ્ત્રને માન્ય કરવું જ પડશે અને એ શાસ્ત્રમાં બતાવ્યા મુજબ ધર્માનુષ્ઠાન કરવું પડશે. ધર્મને સમજવા બુદ્ધિ સૂક્ષ્મ જોઈએ ?
આચાર્યશ્રીએ વિશાળ અને ઉદાર ટિબિંદુથી અવિરુદ્ધાર વચના કહ્યું છે. વચન એટલે શાસ્ત્ર. કેઈપણ શાસ્ત્ર હેય, કોઈએ પણ બનાવ્યું હોય, પણ તે હેવું જોઈએ અવિરુદ્ધ ! એ શાસ્ત્રમાં કેઈ વિરોધ ન હોવો જોઈએ શાસ્ત્રની યુક્તિ સમજવા માટે અને શાયની પરીક્ષા કરવા માટે બુદ્ધિ જોઈએ. સ્થળ બુદ્ધિ નહિ, સૂક્ષમ બુદ્ધિ જોઈએ. આથી જ આચાર્યશ્રીએ અન્યત્ર કહ્યું છે કે “ધર્મો સુક્ષ્મ-બુદ્ધિગ્રાહ્ય ધર્મત્વને સમજવા માટે સૂક્ષમ બુદ્ધિ જોઈએ ધર્મગ્રન્થની સત્યતા-અસત્યતાને ભેદ જાણવા માટે સૂક્ષ્મ બુદ્ધિ-એટલે કે તીક્ષણ-નિપુણ બુદ્ધિ જોઈએ. સંસ્કૃત-પ્રાકૃત ભાષા જાણવી જોઈએ ?
સભામાંથી આપણા ધર્મગ્રન્થ તે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. એ ભાષાઓ તે અમને આવડતી નથી, તે એ ગ્રન્થ કેવી રીતે અમે વાંચી શકીએ? વાંચતા જ ન આવડે તે પછી સમજવાની તે વાત જ કયાં રહી ?
મહારાજશ્રી ઃ તમારે વિજ્ઞાનના ઉચ્ચ કેટિના ગ્રન્થ વાંચવા હોય, શરીરવિજ્ઞાન કે ભૌતિકવિજ્ઞાનના ગ્રન્થ વાંચવા હોય અને એ ગ્રન્થ અંગ્રેજી ભાષામાં હોય તે તમે અંગ્રેજી ભાષા શીખે છે કે નહિ? તે તમારે ધર્મગ્ર સમજવા હોય તે તમારે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પણ શીખવી જોઈએ અને આજે તે આ ગ્રન્થના અધ્ય. યન માટે ઘણું જ સરળતા થઈ ગઈ છે. કેટલાય પ્રત્યે આજ ગુજરાતી અને હિન્દી ભાષામાં અનુદિત થયા છે. એ ધર્મગ્રંજો તમે તમારી ભાષામાં તે વાંચી શકે ને? છે તમન્ના તે વાંચવાની ? ધર્મગ્રન્થની વાત ન સમજી શકતા હે તે સમજાવનારા વિદ્વાન સાધુ