________________
મોઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જાગ્રત અવસ્થામાં જીવ દુર્ગતિમાં નથી જતો. તે જશે સદ્દગતિમાં! તે જશે દેવગતિમાં !
દેવગતિમાં એ જીવાત્માને વિપુલસુખ-ભૌતિકસુખ પ્રાપ્ત થાય છે. ત્યા તેને કેઈપણ પ્રકારનું ભૌતિક-શારીરિક દુખ નથી હતુ. ધમને આ પ્રભાવ છે. આવા અદ્ભુત ઐશ્વર્ય અને સુખની વચ્ચે પણ તે આત્મા સમ્યગ્દર્શનના ગુણને જાળવી રાખે, જાગ્રત રાખે તે દેવભવનું આયુષ્ય પૂર્ણ થતા તે ઉચ્ચ માનવભવ પામે છે. દેવકના દિવ્ય સુખેના ઉપગમાં પણ અનાસક્ત રહે છે તે આત્માનું સત્વ ખૂબ જ વધે છે. દુખે તેના મનને દુખી નથી કરતાં. સુખે તેને લલચાવી શકતા નથી. મળેલા ભૌતિક-શારીરિક સુખેના વેચ્છાથી કરતા ત્યાગરૂપ મહાન ધર્મપુરુષાર્થને ચારિત્રધર્મ' કહે છે. આ ધર્મ-પુરુષાર્થ કમને ક્ષય કરીને જીવને શિવ બનાવી દે છે. જનને જિન બનાવી દે છે. બંધાયેલાને મુક્ત કરી દે છે
પારણ સાધકને આ અર્થ છે. ધર્મ કાળક્રમે જીવને મોક્ષ અપાવે છે. કમિક વિકાસ કરતે, ક્રમશઃ આધ્યાત્મિક વિકાસ કરતે જીવ છેવટે પરમપદને પ્રાપ્ત કરે છે. આ ગ્રન્થમાં આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિએ ક્રમિક ધર્મ-પુરુષાર્થ બતાવ્યું છે. માણસ આ કમથી ધર્મપુરુષાર્થ કરતે રહે તે પોતાના જીવનમાં તે ધર્મને પ્રભાવ અનુભવ્યા વિના રહે જ નહિ, પરંતુ મોટે ભાગે લેકે ક્રમિક ધર્મારાધના કરતા નથી. જ્ઞાન જ નથી ધર્મપુરુષાર્થનું! જેના મનમાં જે આવ્યું તે કરી લીધુ! થઈ ગયે તે ધર્મજે ફાવ્યું તે કરી લીધું. કરી લીધે તે ધર્મ શાળા-કેલેજમાં શું આવું ચાલી શકે? જેને જે કેસ-અભ્યાસક્રમ કરવાનું હોય તે આમ મન ફાવે તેમ કરી શકે ? ના, ત્યાં તે પદ્ધતિસર-કમિક જ અભ્યાસક્રમ કરવો પડે છે-પહેલા ધોરણમાં ભણે, પાસ થાઓ તે બીજા રણમાં પ્રવેશ મળે. બીજા ધણમાં ભણે, પાસ થાએ તે ત્રીજા ધોરણમાં પ્રવેશ મળે. ત્રીજા ધોરણમાં જાવ, પાસ થાવ તે ચેથા ધોરણમાં જવાય. શિક્ષણના ક્ષેત્રમાં જેમ ક્રમિક વિકાસને માન્ય કર્યો છે તેમ ધર્મક્ષેત્રમાં પણ ક્રિમિક વિકાસને માન્ય કરે અને ધર્મ-આરાધના કરે તે ધર્મના અચિંત્ય પ્રભાવને અનુભવ કરશે