________________
૮૨ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ધમની આરાધના નહિ થાય. જુઓને ધર્મસ્થાનેમા રૂપ અને રૂપિયાનું પ્રદર્શન કેટલું બધું વધી ગયું છે? યુવાન પેઢી રૂપના પ્રદર્શનમાં પાગલ બની છે અને તમે લેકે રૂપિયાના પ્રદર્શનમાં પાગલ બન્યા છે. ધર્મસ્થાનમાં કેવા કપડા પહેરીને આવે છે ? કંઈ મર્યાદાનું ભાન ભાન હોય કેવી રીતે? તાનમા છે ! તાનમાં ભાન નથી રહેતું. ફિલ્મના એક્ટર અને એકટ્રેસનું આંધળું અનુકરણ થઈ રહ્યુ છે. ધર્મ
સ્થાનેમા જાણે વેશ પર્ધા, કેશ સ્પર્ધા અને રૂપ-સ્પર્ધાના કાર્યક્રમ ચાલતા હેય તેમ લકે બની નીને, ગુફાં શણગારીને અને દેહને ઠઠારીને આવે છે. એવા લેકેને અમારે ઉપદેશ આપવાને તેમને ધર્મતત્વ સમજાવાનું ? સમજી શકશે આવા લેકે ? ગાર્ડનમાં જેવાં કપડાં પહેરીને, બની ઠનીને ઘૂમો છે કે લગનના સમારંભમાં મહાલે છે, તેવી રીતે બની ઠનીને ધમસ્થાને અને મંદિરમાં જાવ તે શું ગ્ય છે? ધર્મને અનુરૂપ છે ? પણ ન ચડી ગયેલ છે જીવનમાં !
જાણકારી પણ એક નશો છે. “હું તે બધું જ જાણું છું. મેં તે હજારે પ્રવચન સાંભળ્યા છે..” અને નશે પણ ખતરનાક છે. તેનાથી જ્ઞાનપ્રાપ્તિના દ્વાર બંધ થઈ જાય છે. એવા નશાથી કેઈ નવુ જ્ઞાન મળતું નથી. મેળવેલું જ્ઞાન પણ આત્મસાત્ નથી થતું. જ્ઞાનનું ફળ “વિરતિ” છે, તે ફળ જીવનમાં નથી આવતું. જાણ કારીનું ઘમંડ લઈને માણસ ઘૂમે છે. પરંતુ સર્વપ્રથમ જ્ઞાન તે પિતાના અજ્ઞાનનું જોઈએ ! આપણે કેટલા અજ્ઞાની છીએ, તેનું જ્ઞાન થવું જોઈએ. ત્યારે જ જ્ઞાન મેળવવાને સારો પુરુપાર્થ થશે.
ધર્મનો પ્રભાવ :
ધર્મને પ્રભાવ બતાવાય છે. આ જ્ઞાન હોવું નિતાન્ત આવશ્યક છે. પછી જિજ્ઞાસા થશે કે “ધર્મનું સ્વરૂપ શું છે?” ધર્મના પ્રભાવનું જ્ઞાન, ધર્મના સ્વરૂપનું જ્ઞાન મેળવવા પ્રોત્સાહિત કરશે. ધર્મના પ્રભાવનું જ જે જ્ઞાન નહિ હેય તે ધર્મના સ્વરૂપને જાણવાને