________________
પ્રવચન-૫
': ૮૯ પરંતુ ત્યાં જઈને શું કરવાનું છે તેની તેમને કશી જ ખબર નથી. કોણ માનશે તેમની વાત ? તેમનું પિતાનું જ મન નથી માનતું, તે બીજા કેમ માને ? પ્રિયજનનો સહવાસ પ્રિય લાગે છે. તેમનાં મીઠાં વચન મધુરાં ને મીઠાં લાગે છે. રૂપ જેવાનું ગમે છે, જીભને ચટાકેદાર ખાવાનું ભાવે છે, મજેદાર પીવાનું મન થાય છે, ભેગવિલાસ વિના ચેન નથી પડતું અને વાત કરવી છે મોક્ષની ! ! ! ભૂંડના બે સવાલ :
નારદજીને ઉત્સાહ ઢીલું પડી ગયા હતે. છતાંય એક દિવસ તેઓ ઈન્દૌર જઈ પહોંચ્યા. વિમાનને પેલા મેદાનમાં ઉતારીને, નગરની બહાર જયાં પેલી ગટર હતી ત્યાં તેઓ ગયા. તેમણે ત્યાં પેલા શેઠજીને જોયા ! ગટરમાં ગેલ કરી રહ્યા હતા શેઠાણીની સાથે ! બાળકે પણ હતાં પાચ-સાત ! નારદજીએ દૂરથી જ બૂમ મારી છે
શેઠજી !'
પેલા ડુકરે-ભૂડે નારદજી સામું જોયું અને બોલી ઊઠયું : ઓહો ! દેવર્ષિ! આપ અહીં પણ પધારી ગયા!”
આવવું જ પડે ને ભાઈ! તમને લઈ જવાનું કહ્યું હતું. ચાલે, વૈકુઠમા આવવા હવે તૈયાર થઈ જાઓ.”
ભગવાન ! વૈકુંઠમાં આવવાની મારી ભાવના હજી એવી જ અકબંધ છે. પણ
પણ શું ? હવે શેઠ બહાના ન બતાવે.
ભગવાન ! વૈકુંઠ વિષે મારે એકાદ બે પ્રશ્ન પૂછવા છે. કયારને ય પૂછવાનો હતો, પરંતુ શરમને લીધે પૂછી ન શક્ય આજ સુધી.....'
જલદી પૂછે.”
દેવર્ષિ ! માઠું ન લગાડશે. મારે એ પૂછવું છે કે આપ જે વૈકુંઠની વાત કરે છે તે વૈકુંઠમાં આવી ગટર મળશે? બીજું મારે એ