________________
પ્રવચન-૪
: ૧
‘કૅડેમાણે કરે' અર્થાત્ ક્રિયમાણુ ક્રિયાને કૃતક્રિયા કહી શકાય છે. જમાલિએ કહ્યુ : જ્યાં પ્રત્યક્ષ વિરાધ દેખાય છે ત્યાં સિદ્ધાંતની વાત ટકતી નથી. ક્રિયા અપૂર્ણ છે, છતાંય કેવી રીતે કહી શકાય કે પૂર્ણ થઈ ગઈ ? મેં સગી આંખે જોયુ કે સ થારા હજી પૂરા પથરાયે નથી છતાંય કેવીરીતે માની લીધું કે સ થારા તૈયાર છે ?”
શ્રમણેાની સાથે જમાલી મુનિએ ખૂબ ચર્ચા કરી. વાત ભગવાન પાસે પહેાંચી. ભગવાને જમાલિને ખૂબ સમજાવ્યા કે : ‘ક્રિયા ભલે ચાલી રહી હાય, તે ક્રિયા થઈ ગઈ એમ વ્યવહાર ભાષામાં ખેલાય છે. દા.ત. તમે રાજગૃહીંથી કૌશાંબી જવા નીકળ્યા. હજી તેા તમે રાજગૃહીના પ્રદેશમાં જ છે, તે સમયે કેાઈ શ્રમણને પૂછે કે ‘જમાલીમુનિ ક્યાં છે?” તે શ્રમણ એમ જ કહેશે કે એ તે કૌશાંખી ગયા છે.’ હજી તમે કૌશાંબી પહેાંચ્યા પણ નથી છતાય ખેલાય છે કે કૌશાંખી ગયા છે....
ભગવાને આમ અનેક દાખલા-દલીલ અને તર્કથી જમાલી મુનિને સમજાવવાના પ્રયત્ન કર્યાં પરંતુ જમાલી મુનિ ન માન્યા ! કારણ પ્રશ્ન પ્રતિષ્ઠાના મની ગયા હતા, વાત હવે જીની ખની હતી. હજાર મુનિઓ સાથે આ અંગે વાદવિવાદ કરીને અહંકાર પુષ્ટ બન્યા હતા. અહુ કારે ભગવાનની સજ્ઞતાને અવગણી ! ભગવાન પ્રત્યે જે શ્રદ્ધા હતી તે શ્રદ્ધાના અહુ કારે દાટ વાળ્યા. અને જમાલી મુનિ ભગવાનને છેડીને જુદા થઇ ગયા.
અહં કારયુક્ત જિદના ભયંકર પરિણામ આવે છે. જ્ઞાનયુક્ત જિદજિન્દુ અને અહુ'કારયુક્ત જિદમાં ઘણુજ અંતર છે. જ્ઞાનયુક્ત વાળા માણુસ જ્યારે પેાતાની ભૂલ સમજે છે ત્યારે પાતાની જિદ તુરત છેાડી દે છે. અહંકારયુકત જિનવાળા પાતાની ભૂલ સમજવા છતાંય જિદ નથી એડતા. બિભીષણે રાવણને કેટલેા સમજાવ્યેા હતેા? સીતાદેવીને શ્રીશમને સન્માનપૂર્વક પાછા આપવા માટે કેટલી બધી સમજાવટ કરી હતી ? છતાંય રાવણે પેાતાની જિદ ન છેાડી તે શું આવ્યુ. આખર પરિણામ ? રાક્ષસ કુળને કેવા વિનાશ થયા ?