________________
પ્રવચન-૪
: ૭૭ મારી આબરુનું શું થશે–તેની ચિંતા થતી હતી ! નારદજીએ વિચાર્યું : શેઠ મરી ગયા, તે બીજે ક્યાંક તે એ જરૂર જમ્યા જ હશે. કયાંક ને ક્યાંક તે તેમના આત્માએ જન્મ લીધો જ હશે ત્યાં જઈને શેઠને પકડીશ અને તેમને વૈકુંઠમાં લઈ જઈને જ જંપીશ. હવે તે ભગવાન પાસે જઈને જ એ શેઠનું નવું એડ્રેસ પૂર્ણ
ભગવાન પાસે નારદજી પહોંચ્યા. શરમથી તેમનું માથું નીચું હતું. ભગવાને કહ્યું : “નારદજી! શેઠ મરી ગયા ને? હવે તમે એને પીછો મૂકી દે. તે વૈકુંઠમાં નહિ આવે.”
“ભગવંત! એ શેઠ મરીને કયાં જન્મ્યા હશે? આપ તે બધું જ જાણે છે. મને તેમના નવા જન્મનું સરનામું આપે. ત્યાં જઈને હું એ શેઠને અહીં લઈ આવીશ. એ શેઠને તે વૈકુંઠમાં આવવું જ હતું. પરંતુ શું કરે બિચારા? આયુષ્ય તેમનું પૂરું થઈ ગયું. નહિ તે એ શેઠ જરૂર મારી સાથે વૈકુંઠમાં આવત....” નારદજીએ શેઠના ગુણ ગાયા! ભગવાન નારદજીના સ્વભાવને જાણતા હતા. તેમણે કહ્યું: દેવર્ષિ ! એ શેઠ મરીને બિલાડો થયા છે ! નારદજી તે સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. માથું ભમવા લાગ્યું : “શું કહે છે ભગવાન? શેઠ મરીને તિર્યંચ-એનિમા ગયા? બિલાડાને ભવ મળે?
હા, બિલાડાને ભવ મળે છે. એ બિલાડો અત્યારે શેઠના છોકરાના અનાજના ગોદામમાં છે. છોકરાએ અનાજને માટે વેપાર કર્યો છે. અનાજના મોટાં મેટાં કેકાર ભર્યા છે ત્યાં છે એ શેઠ!'
નારદજીએ ત્યાં જઈને બિલાડાને પ્રતિબંધ પમાડવાનું વિચાર્યું. બિલાહ થયા તે શું થયું? આખર તે એ આત્મા જ છે ને? જ્ઞાની પુરુષની નજરમાં તે દેવ હોય કે માનવ, તિર્યંચ પશુ હોય કે નારકીને નારક, બધા જ સમાન છે. કલેવર બિલાડાનું છે પણ છે તે એ સચ્ચિદાનંદ આત્મા જ ને ?'
નારદજી પહોંચ્યા ઈન્દૌર ત્યાં શેઠના છોકરાને મળ્યા અને કહ્યું : “ભાઈ ! મારે તારા અનાજના ભંડાર જેવા છે. ચાવી લઈને મારી સાથે આવીશ ?”