________________
:
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના નારદજીએ શેઠની એક વર્ષની મુદત માની લીધી અને સીધા વૈકુંઠ પહોંચી ગયા. ભગવાને તેમને કહ્યું : “નારદજી! એ શેઠને તમે હવે છોડી દે. હવે તે અહીં નહિ આવે. પણ નારદજી ન માન્યા. તેમણે શેઠને વૈકુંઠમાં લાવવાના પિતાના નિર્ણયની જાણ કરી. ભગવાને એ નિર્ણય ન કરવાનું સમજાવ્યું. પરંતુ નારદજી ભગવાનની ય વાત માનવા તૈયાર ન હતા. જિદ-હઠ એક એવી વસ્તુ છે. હદની ભીતર “અહમ બેઠા હોય છે. અહંકાર માણસને ગમે ત્યારે ગબડાવી દે છે! જમાલિ મુનિને કેણે ગબડાવ્યા હતા? ભગવાન મહાવીર સર્વજ્ઞ હતા, વીતરાગ હતા. તેમની વાત જમાલીએ ના માની ! જાણે છે કે આ જમાલીને પ્રસંગ? અહંકારના ભયંકર પરિણામ
ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદનાના લગ્ન રાજકુમાર જમાલી સાથે થયાં હતાં. લગ્ન બાદ બંનેએ ભગવાન પાસે ચારિત્ર ધર્મને સ્વીકાર કર્યો હતો અને ભગવાનના શ્રમણુસંઘમાં સમાઈ ગયા હતા. જમાલી મુનિ અગિયાર અંગના જ્ઞાતા બન્યા હતા. એક દિવસ તે બિમાર પડયા. સાંજે પ્રતિક્રમણ કર્યા બાદ બીજા શ્રમણે જમાલિ સુનિને સંથારે પાથરી રહ્યા હતા. તેમણે પૂછયું : “સંથારે તૈયાર છે? શ્રમણે કહ્યું : “હા, તૈયાર છે. તુરત જમાલિ મુનિ ઊભા થયા અને સૂવા માટે સંથારા પાસે ગયા. તેમણે જોયું કે શ્રમણ સંથારે પાથરી રહ્યા છે. પાથરવાની ક્રિયા હજુ ચાલુ છે. જમાલી મુનિને આથી ગુસ્સો ચડશે. તે ઊંચા અવાજે બેલ્યા : “તમે શ્રમણ છે. મૃષાવાદ-અસત્યને તમે ત્યાગ કર્યો છે. તમે મહાવ્રતધારી છે તમે જુઠું કેમ બેલ્યા? સંથારે તે હજી તૈયાર નથી, છતાંય તમે કેમ કહ્યું કે સંથારે તૈયાર છે?
શ્રમણે બે હાથ જોડી વિનયથી કહ્યું : હે મહામુનિ ! ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે જે ક્રિયા થઈ રહી હોય, જે ક્રિયા ચાલુ હોય તેના માટે ક્રિયા થઇ ગઈ એમ કહી શકાય છે. આ વ્યવહારની ભાષા છે. સર્વમાન્ય ભાષા છે. ભગવાને કહ્યું છે કે