________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના કરવી એ પાપ છે. માનવજીવનમાં તે મુક્તિ પામવાની જ ઈચ્છા કરવી જોઈએ. ધર્મપુરુષાર્થથી તે મોક્ષ જ મેળવવાનો છે. ધનેચ્છા અને ભેચ્છાથી ધર્મક્રિયા કરવાથી તે એ ધર્મક્રિયા વિષાક્યા બની જાય છે. અમૃતક્રિયા નથી બનતી.”
જે એ માણસ બુદ્ધિમાન હશે, તે તમારી વાત એના ગળે ઉતરી જશે અને ધર્મક્રિયાને તે અમૃતક્રિયા બનાવશે. મૂરખ હશે તે એ ધર્મક્રિયા તે કરશે ને ? પાપક્રિયાએથી તે દૂર રહેશે ને ? તેને પણું સુખ તે મળશે જ. ભલે અ૫કાલિન સુખ મળે, હલકી જાતનું સુખ મળે. ધર્મપુરુષાર્થ કર્યો છે, કેઈપણ દષ્ટિથી કર્યો હોય, તેને ધનનું સુખ, કામગનું સુખ જરૂર મળશે. આપણે ધર્મના પ્રભાવ અંગે વિચારી રહ્યા છીએ. ધર્મના ફળ અંગે વિચારી રહ્યા છીએ. ભૌતિક કે આધ્યાત્મિક સુખ ધર્મથી મળશે. ધર્મ સુખ આપશે. ધર્મ સિવાય બીજું કંઈ જ તત્વ સુખ આપી શકે તેમ નથી.
ધર્મ જેવી રીતે ધનનું સુખ અને ભેગનું સુખ આપે છે, તેવી રીતે સ્વર્ગસુખ અને મોક્ષસુખ પણ આપે છે. આ વિષય ઉપર હવે પછી વિવેચન કરીશ. આજે આટલું જ !