________________
૫૦ ?
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
ઓની હાજરી તે જોઈએ ! તે મારા સમયને વધુ સદુપયોગ થઈ શકે. તમે તૈયારી આજથી શરૂ કરો. અધ્યયન માટે જિજ્ઞાસુ એવા ભાઈઓને તૈયાર કરે. અને બધા પછી આવે. આપણે જરૂર તત્વજ્ઞાનને વર્ગ શરૂ કરીશું. જ્યાં સુધી આત્મા” અને “કર્મ નહિ સમજીએ ત્યાં સુધી ધર્મ પણ નહિ સમજી શકાય. અનાદિકાળથી આત્મા કર્મોના બંધ નેથી બંધાયેલ છે. કર્મોના આવરણથી તે ઢંકાઈ ગયા છે. ધર્મથી, ધર્મની વૃત્તિ અને પ્રવૃત્તિથી આપણે આત્માને આઝાદ કરવાનો છે. કર્મના બંધનમાંથી તેને મુકત કરવાનું છે. ધર્મથી આત્મા મુક્તઆઝાદ બની શકે છે. આથી જ તે ગ્રન્થકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ધર્મ મોક્ષ પણ આપે છે.
એક પ્રકારના ધર્મથી પુણ્યકર્મ બંધાય છે. એક પ્રકારના ધર્મથી પાપકર્મ અને પુણ્યકર્મ બંનેને નાશ થાય છે. જેમ પુણ્યકર્મના ઉદયથી ભૌતિક સુખ મળે છે તેમ કર્મોને ક્ષય થવાથી આધ્યાત્મિક સુખ મળે છે. જેમ જેમ આત્મા પર લાગેલા કર્મોને નાશ થત જાય છે તેમ તેમ આત્માનું પોતાનું સવાધીન સુખ પ્રાપ્ત થાય છે. પુણ્યકર્મથી-તેના ઉદયથી સ્વર્ગ મળે છે તેમ પાપકર્મ અને પુણ્યકર્મના સર્વનાશથી મક્ષ મળે છે! પાપકર્મ અને પુણ્યકર્મને નાશ પણ ધર્મથી જ થાય છે. કર છે ને કમેને સર્વનાશ? તે સાફ સાફ કહી દો કે...
સભામાંથી મેલ મેળવવા કર્મને ક્ષય તે કરવું જ પડશે.
મહારાજશ્રી તમારે લેકેને મોક્ષ મેળવે છે? સંસારના ભૌતિક સુખે તમને પસંદ નથી? પાંચ ઈન્દ્રિયેના વિષયસુખ હવે તમને નથી ગમતાં ને? પુણ્યકર્મના ઉદયથી મળતા અર્થ-કામ અને વગના સુખ હવે નથી પસંદ ને? તે તે તમારું કામ થઈ ગયું!
પણું તમે મને ખુશ કરવા તે નથી કહેતા ને આ? “મોક્ષ મેળવવાની વાત કરીશું તે મહારાજ ખુશ થશે. તેમને પણ થશે કે ઈન્દૌરમાં પણ મેક્ષાભિલાષી જીવે છે. અને તેમની નજરમાં આપણે