________________
મુવચન-૪
• : ૫ પ્રકારના સુખ મળે છે, પણ તે માત્ર વાતે કરવાથી નહિ મળે. આજે માણસ વાતે ખૂબ જ કરે છે. ધર્મની ઘણી બધી વાતે થાય છે પરંતુ ધર્માચરણ ઓછું થઈ ગયું છે. ધર્મની ક્રિયાઓ થાય છે, પરંતુ ધર્મના વિચાર નથી થતા! વિચાર થાય છે પાપના અને કિયા થાય છે ધમની!
ધર્મથી ધન મળે છે–આ સાંભળી તમે શું વિચાર્યું? આજ સવારે પરમાત્માની પૂજા કરે અને બપોરના બજારમાં જાઓ ત્યારે રૂપિયા મળી જાય, આવું જ ને ? આજ સવારે દાન આપ્યું અને સાંજે જ તેનુ ડબલ મળી જાય એમ જ ને? આજે ઉપવાસ કર્યો, આયંબીલ કર્યું અને આજે જ મનપસંદ છોકરી સાથે સગપણ થઈ જાય, આવું જ ને ? આજ અણુવ્રત કે બાર ત્રત લીધાં અને આજે જ સ્વર્ગ મળી જાય, એમ જ ને ? શું વિચારે છે તમે? આજે ચારિત્રધર્મ સ્વીકાર્યો અને આજે જ મે મળી જાય, એમ જ ને? માથું તે ઠેકાણે છે ને?
ધર્મથી મોક્ષ મળે છે. આ વિધાનનું રહસ્ય સમજે છે ? ધર્મથી સ્વર્ગ મળે છે. આ પ્રતિપાદનને મર્મ કઈ સમજે છે ખરા? જ્ઞાનીજનેના વચન ઘણાં ગંભીર હોય છે તેમના વચનેના માત્ર શબ્દોને જ પકડવાથી તેનું સાચું રહસ્ય નહિ સમજાય. એ શબ્દનું સૂક્ષ્મતાથી, સમગ્રતાથી ગભીરપણે મનન ચિંતન કરવું પડશે.
તમને તે સુખ મેળવવાની ઉતાવળ છે. તાત્કાલિક-અબઘડી જ સુખ મળી જાય તે તમને ઉપાય જોઈએ છે. ખરું ને? તમે કેવા ડેકટર પસંદ કરે છે? “દવા કેવી પણ આપ, રોગ જલ્દી દૂર થઈ જ જોઈએ—ડોકટરને આવું જ કહે છે ને ? પછી ભલે એ દવાનું ગમે તે રી-એકશન-પ્રતિક્રિયા આવે! તમને લાગે કે આ સુખ સાચું બેલવાથી નહિ મળે, જુઠું બોલીશું તે મળશે. તે તમે શું બેલશે? સાચું કે જુદું જુદું જ બોલશે ને? તમને લાગે કે પ્રામાણિકતાથી-નીતિથી આ ધંધામાં વધુ નફો નહિ મળે, નીતિથી