________________
પ્રવચન-૨
નિયમ છે. તે જ્યાં સુધી પુણ્યકર્મને ઉદય ન થાય ત્યાં સુધી ધીરજ રાખવો રહી. અધીરા બનવાથી કામ નહિ ચાલે. એવું પણ બને કે આ જીવનમાં તે પુણ્યકર્મ ઉદયમાં ન આવે. પરંતુ એને ઉદય જરૂર થશે. બીજ ભવમાં તે ઉદયમાં આવશે જ અને ત્યારે તે તેના શુભ ફળ પણ ચેકસ આપશે. એવું પણ નથી કે બીજા ભવમાં જ તે ઉદયમાં આવે ! આ ભવમાં બાધેલું કર્મ વીસ-પચીશ ભવે બાદ પણ ઉદયમાં આવે
આને અર્થ સમજ્યા?ધર્મથી જે સુખ મળે છે—ધર્મ જે સુખ આપે છે, તે ડાયરેકટ-સીધું નથી આપતે, પુણ્યકર્મના માધ્યમથી આપે છે. આગથી-સગડી-ચૂલે કે ગેસથી ભેજન બને છે. તે ભેજન સીધે સીધું ડાયરેકટ સગી વગેરેથી નથી બનતું. ભાત કરે છે. ચેખા તમે સગડીમાં નાંખી દે તે ભાત બનશે ? નહિ બને. ઉલટું શેખા બળી જશે. આ માટે તમારે એક વાસણમાં ચોખા નાખીને તેને સગડી વગેરે પર મૂકવા પડશે. ત્યારે ભાત બનશે. પણ તે ય સગડી પર ચિખા મૂક્યા અને તૈયાર ! એમ નહિ બને. થડે સમય લાગશે જ, એજ પ્રમાણે ધર્મ સુખ આપે છે પરંતુ પુણ્યકર્મ દ્વારા જ આપે છે. ભૌતિક સુખની આ વાત કરું છું. આધ્યાત્મિક સુખ તે પાપકર્મોના ક્ષયથી-પાપકર્મોના નાશથી જ મળે છે. મળશે. હા, તમારે જે માનસિક અને આધ્યાત્મિક સુખ તાત્કાલિક જોઈતું હોય તે તે ધર્મ તમને તુરત આપશે. પણ પાપકર્મોના ફાયની પણ એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાંથી પસાર થવું જ પડશે.
સભામાંથી અમને તે તાત્કાલિક ભૌતિક સુખ જોઈએ છે.
મહારાજશ્રી આત્મા જન્માંતરથી પુણ્યકર્મ લઈને આવ્યા હશે તે તાત્કાલિક ભૌતિક સુખ મળશે, પરંતુ આત્મા પાસે એવું પુણ્યકર્મ નહિ હોય તે લાખ ઉપાય કરવાથી પણ સુખ નહિ મળે. મકાનની ટાંકીમાં પાણી ન હોય તે નળને ગમે તેટલે ફેરવવામાં કે મરડવામાં આવે તે પણું નળમાંથી પાણી નહિ નીકળે. હા, હાથ છેલાઈ જશે. તેમાંથી લેહી નીકળશે પણ નળમાંથી એક બુંદ પણ