________________
૫૮:
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
જે ધનસંપત્તિને ચાહે છે તેને ધર્મ ધનસંપત્તિ આપે છે, જેમને વૈષયિક સુખભોગની કામના છે તેમને ધર્મ વૈષયિક સુખભેગ આપે છે, જેને મરીને સ્વર્ગમાં જવું છે તેને ધર્મ વર્ગમાં લઈ જાય છે અને જે મુક્તિ માંગે છે, જેને મોક્ષની લગન છે તેને ધર્મ મેક્ષ પણ આપે છે.”
પણ ભાગ્યવાને! ધર્મને જાદુ ન સમજતા! આ કઈ જંતર-મંતરની વાત નથી. આ સાંભળીને તમે એવું માની ન બેસતાં કે ધર્મ પાસે પ્રાર્થના કરવાથી તેની પાસે જે માંગીએ તે મળી જાય છે. તમે તે કહેશે કે “મારે લાખ રૂપિયા જોઈએ, મને આપે ! મારે મનપસંદ પત્ની જોઈએ છે. મને ગમતી પત્ની આપે ” ધર્મ પાસે તમે માંગશે કે મારે સ્વર્ગમાં જવું છે તે મને ત્યાં લઈ ચાલે! મારે મેશા જોઈએ છે, મને મેક્ષ આપ-આવી બધી પ્રાર્થનાઓમાંગણીઓ કરવાથી કશું મળતું નથી. ધર્મ આપે છે, જરૂર આપે છે. પણ તે તમારા માંગવાથી માત્ર માંગવાથી કે પ્રાર્થના કરવાથી કશું જ નથી આપતે. ધર્મનું આચરણ કરવાથી બધું જ મળે છે.
જટાશંકર બિમાર પડશે. તેના ઘરમાં બીજું કઈ ન હતું. તે એકલે જ હતા. બિમારીમાં તેની સેવા-ચાકરી કેણું કરે? કેણ તેને દવા લાવી આપે? ત્યાં એક ફકીર ભિક્ષા માંગવા માટે જટાશંકરના ઘરે આવ્યે, જટાશંકરને બિમાર જઈને ફકીરે કહ્યું: “દવાથી તેને સારું થઈ જશે.
જટાશંકરે વિચાર્યું; ફકીર કહે છે, દવાથી સારું થઈ જશે તે મારે હવે દવા પાસે જવું જોઈએ. અને પથારીમાથી ઉઠીને તે દવાની દુકાને ગયે. ત્યાં દવાઓની સામે બે હાથ જોડીને બોલ્યો : “તમારા પ્રભાવથી બિમારીઓ ચાલી જાય છે તે છે દવા દેવી! તમે મારી બિમારી પણ દૂર કરે !” ધર્મની વાતે કરવાથી સુખ નહિ મળે.
ધર્મના વિષયમાં પણ આવી મૂર્ખામી ન કરશે. ધર્મથી બધા જ