________________
પ્રવચન-૩
: ૫૧ સારા માણસ દેખાઈ શું.” આવી તે કઈ તમારી ગણતરી નથી ને?
ઠીક, મને એ જરા કહો, તમારે મેણા મેળવે છે, યુકિત મેળવવી છે તે આ વાત તમે તમારા ઘરમાં પણ કરતા હશે ને? કરે છે? તમારી પત્નીને, તમારા સંતાનોને, મિત્રને તમારી આ ભાવનાની જાણ છે ખરી ? તમે તેમને આ કહ્યું છે ખરું? કયારેય તેમને તમે કહ્યું છે કે “આ સંસાર દુઃખરૂપ છે, અસાર છે, સંસારમાં મળનાર સુખ ભોગવવા ગ્ય નથી. મારે તે હવે આ સંસાર છોડી દે છે. કર્મોના બંધન તેડવા હવે મારે ચારિત્રધર્મ સ્વીકારે છે. તમે પણ વિચારે અને નકકી કરે તે ચાલો આપણે સૌ સાથે ચારિત્રધર્મ અંગીકાર કરીએ.” આમ તમે ઘરમાં વાત કરે છે ખરા?
સભામાંથી સાહેબ ! ઘરમાં આવી વાત કરીએ તે તે ધમાલ જ મચી જાય.
મહારાજશ્રોઃ એટલે આવી વાત નથી કરતા તે મારી સાથે પણ જુહુ? મારી સાથે પણ બનાવટ? પણ તમે કયારેય આવી વાત કરી જે છે ? ત્યારે ધમાલ થઈ છે ખરી ? કે એમ જ અદ્ધરતાલ માની લીધું કે ચારિત્રધર્મ સ્વીકારવાની વાત કરીશું તે ધમાલ મચી જશે -
કયારેક પ્રવેશ કરી જોજો-અને એ પ્રયોગ ન કરી શકે તેમ હે તે એમ સાફ કહી દે કે મેણા મેળવવાની અમે માત્ર વાતે જ કરીએ છીએ, મેણા મેળવવાની ખરેખર અમને કેઈ તીવ્રતા કે તેમના નથી!” પેલા જીવરાજ શેઠ આવા તમારા જેવા જ હતા. નારદજી સાથે તે વૈકુંઠમાં–મહામાં જવાની વાતે જ કરતા હતા. એક હતા જીવરાજ શેઠ, જેમને હતું વહાલું વૈકુંઠ!
સભામાંથી કેણ એ જીવરાજ શેઠ ?
મહારાજશ્રી : ઘણાં સમય પહેલાંની વાત છે. એ સમયે ઈન્દીર આજના જેટલું મોટું શહેર ન હતું. નાનું સરખું ગામ હતું. પાણીના