________________
પ્રવચન-૨
: ૪૮
મહારાજશ્રી ઃ દુકાન પર બેસી સાચું બોલે છે તે એ કમાવ છો અને જુઠું બોલો છો તે વધુ કમાવ છે, આ તમારે અનુભવ છે, પણ આ અનુભવ શું બધાને જ છે? જુઠું બોલનાર બધા જ વધુ કમાય છે ? ચેરી કરનાર શું બધાં જ ધનવાન બની જાય છે?
જેનું પુણ્યકર્મ ઉદયમાં હોય તે કમાય છે. પુણ્યકર્મ ઉદયમાં ન હોય અને લાખ જુઠ બેલે તે એક પૈસો પણ નહિ કમાય. ઉકહું જે હશે તે પણ ખેઈ બેસશે! પુણ્યકર્મના ટેકા વિના પાપાચરણ પણ સફળ નથી બનતું ! પુણદય નહિ હોય અને ચોરી કરવા જશે તે પકડાઈ જશે અને જેલમાં પૂરાવું પડશે! પૂર્વસંચિત પુણ્યકર્મના ઉદયથી જ સુખ મળે છે. પાપ આચરવાથી નવાં પાપકર્મ બંધાય છે.
પુણ્યકર્મ ધર્મથી જ બંધાય છે. કર્મસિદ્ધાંત જાણે છે ને? આત્માની સાથે કર્મોને બંધ કેવી રીતે થાય છે? કર્મોને ઉદય કયારે આવે છે? કર્મોના કેટલા પ્રકાર છે? કર્મોનું સંક્રમણ-ટ્રાન્સફરમેશન કેવી રીતે થાય છે? કર્મોને ક્ષય, કર્મોને નાશ કેવી રીતે કરી શકાય છે? આ બધી વાત જાણે છે? કયારેય કર્યું છે કર્મશીલ સેફીનું અધ્યયન ?
સભામાંથી ? ના જી. આપ કરાવે. અમે જરૂર અધ્યયન કરીશું.
મહારાજશ્રી : અધ્યયન કરવાની તમને સૌને ખરેખર જિજ્ઞાસા અને ભાવના હશે તે જરૂર કરાવીશ. રાત્રિ-વર્ગ-નાઈટ કલાસ શરૂ કરીશું. પરંતુ એક વાત શરૂમાં જ સાફ જણાવી દઉં, અધ્યયન કરવું પડશે, માત્ર પ્રવચન સાંભળીને ચાલ્યા જાવ તે નહિ ચાલે. નાઈટ કલાસમાં જે શીખવું તે નોટમાં લખવું પડશે. વિષય-“સબજેકટ બરાબર તૈયાર કરવો પડશે એટલું જ નહિ, વર્ગમાં નિયમિત-રાજ આવવું પડશે. અને સમયસર આવવું પડશે. બાલે, છે મારી વાત કબૂલ?
સભામથી કબૂલ છે સાહેબ, તમે અમને ભણાવશો તે અમે જરૂર રાત્રિવર્ગમાં આવીશું.
મહારાજશ્રી કેટલા જણ આવશો? ઓછામાં ઓછા પચાસ ભાઈ