________________
૪૨ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સભામાંથી કે તેને પણ ફાંસીની સજા થવાની !
મહારાજશ્રી એમ કેમ ? એક માણસનું ખૂન કરનારને પણ ફાંસીની સજા અને પાંચ માણસનાં ખૂન કરનારને પણ ફાંસીની. સજા ? વધુ ખૂન કરનારને તે એક ખૂન કરનારને થતી સજાથી વધુ સજા થવી જોઈએ ને ? પરંતુ આ દુનિયામાં દેહાંત દંડ- ફાંસીની સજાથી વધુ બીજી કોઈ સજા નથી ! સજા તે થવી જ જોઈએ. અપરાધના પ્રમાણમાં જ સજા થવી જ જોઈએ ! એમ જે ન થાય તે તે એ અન્યાય જ કહેવાય ને ?
હિટલરનો એક સાથીદાર હતે આઈકમેન. તેણે લાખોની સંખ્યામાં માણસની કતલ કરી. તેને એક વખત ફાસીની સજા ફટકારી દીધી તેથી શું તેને તેના ગુનાની પૂરી સજા થઈ ગઈ? ના. તે ? અહીં જે અધૂરી સજા મળે છે તેની પૂરી અવધિ નરકમાં થાય છે. નરકમાં જીવને બાકીની સજા ભોગવવી પડે છે. જે જીવ નરકમાં જન્મે છે તેને ત્યાં ઓછામાં ઓછા દસ હજાર વરસ સુધી પિતાના કૃત્યેની સજા સહન કરવી પડે છે. આ સજા ભયંકર હેાય છે.
જૈન ધર્મ વિશ્વ-વ્યવસ્થાનું વર્ણન કર્યું છે. વાંચ્યું છે તમે? જૈનધર્મમાં વિશ્વને લોક કહે છે. લેકના વિભાગ છે : ૧. ઉર્વલોક, ૨, મધ્યલોક અને ૩. અધોલેક. સાત નરકનો આ અધેલેકમાં સમાવેશ થાય છે. આ વિશ્વવ્યવસ્થાને આધાર છે ગણિત ! “લોક કેટલે પહે છે, કેટલે ઊંચો છે, તેનો આકાર કે છે, એ બધું જ આંકડામાં બતાવાયું છે. “લેક ચૌદ રાજલક લાંબે અને સાત રાજલક પ્રમાણુ પહોળો છે. - “રાજ? એક પ્રકારનું માપ છે. મેઝરમેન્ટનું એ એક નામ છે.
પ્રાચીન ગ્રંથમાં નરકનું વ્યવસ્થિત વર્ણન વાંચવા મળે છે. શાસ્ત્ર પણ પ્રમાણ મનાયું છે. કારણ કે શાસ્ત્રની રચના કરનારા ઋષિમહર્ષિએ પ્રામાણિક હતા. પ્રામાણિક એટલે નિસ્પૃહી અને નિઃસ્વાર્થી. તેમને શા માટે જુઠું બોલવું પડે? સ્વાથી અને લાલચુ લકે જ જુઠું બોલે છે. નિઃસ્વાથી અને નિસ્પૃહી મહાત્માઓ • તે સત્યના જ પ્રતિપાદક હૈય છે.