________________
૧૫ એવાં ગરીબાઈ રૂપી અંધકારનાં કાળાં વાદળાં દૂર થવા લાગ્યાં. જ્યાં ત્યાં દેદાશાહ શેઠને લોકે દવાઈ દેવા લાગ્યા. એમ સુખમાં દિવસે પસાર થતાં આપત્તિ વળી ડોકીયા કરવા લાગી. સજજન માણસે પિતાની સજનતા વડે શોભે છે, અમુલ્ય હીરો પોતાની જ કાંત્તિઓ કરીને પ્રકાશે છે, પરંતુ દુર્જન લેકે તેને હરેક રીતે હરત કરે છે. ' અરેરે ! દુર્જનોનો સ્વભાવજ એવો હોય છે, કે તેઓ પારકાની ઉત્તિ સહન કરી શકતા નથી, સજજનનું સુખ જોઈને તેઓનાં હૃદય સળગ્યા કરે છે, વિના કારણે તે પામર દુર્જન બીજાનું સુખ દેખીને બો ઝભ્યો પિતાનું જીવતર પુરું કરે છે. આ પ્રકારનું તેનું દુઃખી જીવન દેખીને કોને તેની પ્રત્યે દયા નહિ આવે ! મુષકના જેવા . સ્વભાવવાળા અને બીજાનું ખરાબ કરવામાં ઉધમવાળા એવા દુર્જન લેકે મનમાં વિચારવા લાગ્યા, કે આહા ! આ શેઠને જંગલમાંથી નિધાન મળ્યું છે. માટે ચાલે, રાજા પાસે જઈને તેના નિધાનની વાત સંભળાવીયે, જેથી તેનું નિધાન રાજા લઈ લેશે. એટલે વળી ગરીબ થશે, એમ વિચારી તેઓએ રાજાને તેની વાત કહી દીધી.
હવે રાજા પણ તેનું ધન લેવા માટે પિતાના સેવકોને મેકલતો હતો. અને જ્યાં હોય ત્યાંથી તેને પકડીને મારી પાસે હાજર કરે ! એ પ્રમાણે હુકમ જણાવતાં રાજાના સુભટો દેદાશાહને ઘેર જવાને રવાને થઈ ગયા. દેદાશાહ પિોતે જમવા બેસવાની તૈયારીમાં હતા, એટલામાં રાજાના સુભટોએ આવીને તેને પકડી લઈ ભેજન કરાવ્યા વગર રાજ પાસે રજુ કરી દીધું. તે પિતાના મનમાં ઘણે વિચાર કરવા લાગ્યો, કે આ શું ? મેં રાજાને કાંઈપણ અપરાધ કર્યો નથી, છતાં એકદમ રાજાએ ગુન્યા વગર મને પકડાવ્યો, તે રાજાએ ઠીક કર્યું નહિ; પણ શું કરૂ, સત્તા આગળ શાણપણું નકામું છે. ખેર ! તે શું કરે છે. તે જોયા પછી વિચાર કરીશું.
દેદાશાહ ! તમને ગમે ત્યંથી પણ નિધાન મલ્યુ છે, એમ લેકો કહે છે. માટે જે સાચી વાત હોય તે મને જણાવો. લગાર પણ ખોટુ બોલી તમારે હાથે તમે દુઃખી થશો નહિ. રાજાએ દમ ભરાવતાં જણાવ્યું.
હે દેવી! તમે જે સાંભળ્યું છે, તે તદન અસત્ય છે, તમે સમજુ થઈને વિચાર તે કરે ! કે મારા જેવા પુરૂષોનું એવું ભાગ્ય કાંથી હેય કે જેથી મને નિધાન પ્રાપ્ત થાય છે કેમકે સાંભલીને વસ્તુને