________________
ગુપ્તવાત જેમ વિસ્તારને પામે તેમ જ્યાં ત્યાં જ રાજાઓને છોડવાની વાત વિસ્તાર પામી, પ્રધાન પણ થોડોક વખત પરદેશ જઈને પાછો આવ્યો, અને યયનપુંજ એક કરવાની ઇચ્છાવાળા તે સર્વ રાજાઓને મુક્ત કરવાની પ્રબળ જીજ્ઞાસાવાળા થયા. તેથી જેમ કાંકરાના સમુહમાં રન અને શંખ શ્રેષ્ઠ છે. તેમ લક્ષ્મી વડે કરીને સર્વ લોકોને માથે ઉપકાર કરી પૂણ્ય તથા કીતિ ઉપાર્જન કરવી તે શ્રેષ્ઠ છે. અરે ! માનવ જીવનનું ખરું રહસ્ય તે કીર્તિ જ છે. તે માટે ઝાઝને વિશે આવેલા એવા ગંગાના જળ સરખા એકસોને દશ ઘોડા રાત્રીને વિશે રાજાના મહેલ પાસે લાવીને તેના મંદિરની આસપાસ બંધાવ્યા. ઘડાઓ પણ હસુ હણાટના શબ્દો કરી રહ્યા છે. વાજીંત્રના અનેક પ્રકારે શબ્દ વાગ્યા કરે છે એથી પ્રભાતના સમયમાં રાજાની નિંદ્રા તરતજ નાશ પામી ગઈ.
પ્રાતઃકાળે ઉઠીને રાજ સર્વ ઘડાઓને દેખી વિચારવા લાગો. “આહ ! મોતીઓ જેમ કાનના કંડલને શોભાવે, હસો જેમ સરોવરને શોભાવે, મધું દેરાસર જેમ દરિયાને શોભાવે, તેમ આ ડાએ મારા મંદિરને શોભાવે છે.” ઇત્યાદિક વિચારથી વિસ્મયકારક થઇ છે દષ્ટિ જેની એવો રાજ મનમાં ચિંતવન કરે છે એ ટલામાં કોઈ માણસે આવીને રાજાને વિનતિ કરી કે “ હે સ્વામિન આ ઘોડાઓને તમે બાંધો ! ”
આ ઘડાઓને સ્વામી કયાં ગયો છે” રાજાએ કહ્યું.
“હમણું આપને નમવાને ભેટણ વડે કરીને સહીત આવશે” તેણે કહયું.
“આ ઘડાઓને શા માટે અહી બાંધવામાં આવ્યા છે !” રાજાએ કહ્યું.
કેમાં નાખેલા રાજાઓને મુક્ત કરવાને માટે આ ઘોડા લાવવામાં આવ્યા છે ” તેણે કહ્યું.
શું આ ઘડા ઝાંઝણકુમારે મંગાવ્યા છે” રાજાએ કહ્યું.
રાજાઓને છોડવાને માટે ઝાંઝણકમારે વિનંતી કરી છે તે તમે પણ સાંભળ્યું છે, માટે હે રાજન ! મારી ઉપર પ્રસાદ કરો ! તેમાં કાંઈપનું ઘણ નથી, ગુજરાતમાં પણ તેના જેવો કોઈ વ્યવહાર