________________
૨૪
નથી કે જે સર્વ રાજાઓને છોડાવી શકે માટે જે તમે માનશે તે તમારા દેશમાં તે ઉતરશે અને નહિ ભાને તે તે ચાળે જશે.” તેણે ચાનક લાગે તેવી રીતે રાજાને ભણાવી દીધું ”
તેનું વચન સાંભળીને રાજાને તેની અસર થઈ. અને રાજા તરતજ પ્રધાનને પોતાની પાસે બોલાવતા હ. પિતાના અર્ધા આસને બેસારી તેને પહેરામણી આપી ને છનું રાજાઓને સારંગ રાજા મુક્ત કરતો હ. અને પ્રધાનને કહેવા લાગ્યો કે મેં પૂર્વે, તમને વર આપેલો છે, હવે જે હું તમારી પાસેથી છન્નુ લાખ રૂપૈયા લઇને રાજાઓને મુકત કરે તે જગતમાં મારી અપકીર્તિ થાય. વળી તું મારો પ્રાણ છે, માટે તારા મનમાં તું આમણું દુમણો થાય તેવું કામ મારે કરવું જોઈએ નહિ. એમ કહીને છનું લાખ રૂપૈયા પ્રધાનને પાછા આપ્યા. તેથી આભુ સંધવીએ છ— લાખના બદલામાં રાજાને તેનું અર્ધ અડતાલીશ લાખ ટકા આપ્યા. કેમકે હાથીના ભાતામાંથી એક દાણો પડે તો પણ તેમાં કીડીઓના કુટુંબન નિર્વાહ ચાલે છે. તેવાર પછી સર્વ રાજાઓને એકેક ઘોડે પાંચ પાંચ વસ્ત્ર આપી ઝાંઝણ પ્રધાને સર્વ રાજાઓને પિત પિતાના ઠેકાણે મોકલાવ્યા. અને રાજ્યતેજને ધારણ કર્નારા ઝાંઝણુ કુમારને “રાજ્યબંદિ છટક” એવું બિરૂદ મહાજને આપ્યું, કેમકે મહાજન પુજનીય છે. તે બન્ને જણે મળીને રાજાઓને છોડાવ્યા. તથા દ્રવ્ય પણ આભુ સંઘવીએ આપ્યું પણ યશની ઉજવળ પંક્તિ તે પ્રધાનના કર્મમાં જ લખાણી. કેમકે સર્વ જસુ ભેગા મળીને કોઈ પણ કાર્ય કરે તે પણ ફળ તો જે અગ્રેસર હોય તેને જ થાય છે. મહિને મહિને તેમજ શુકલપક્ષ અને કૃષ્ણ પક્ષમાં ચંદ્રની કાંતિ સરખીજ છે. તથાપિ એક પક્ષ ઉજવળપણાને પામે છે અને દ્વિતીય પક્ષ કૃષ્ણપણાને પામે છે. માટે યશ તો પુ વડે કરીને જ પમાય છે.
હવે એક દિવસ ઝાંઝણકમારને ભોજન કરાવવાની ઇચ્છા વડે કરીને રાજાએ તેને નિમંત્રણ કરવાને પોતાના પ્રધાનને મોકલ્ય, હવે પ્રધાન પણ ઝાંઝણ કુમાર પાસે આવીને તેમને કહેવા લાગ્યા કે “ હે પ્રધાન ! તમારા સંધને વિશે અસંખ્ય લોક ભેગાં થયાં છે. તેમને ભોજન કરાવવાને કોણ સમર્થ છે; તે માટે રાજા તમારે