________________
૧૬૨
તૈયાર થયા અને તેની લાજ લુંટાતાં તેઓએ નિર્બળ બનીને જોયા કીધી, તથાપિ વખત આવતાં તેઓએ તેનું પુરેપુરૂં વૈર લીધું'તું. પણ તમેતો સદાને માટે મને તજીને ચાલ્યા જાઓ છો ! એ નિ દય રાજા ! તે મારા કયા ભવનાં વૈર વાળ્યાં ! તું મારો કયા ભવનો દુશ્મન હતો ! કે આ ભવમાં મારું ગરીબનું પતિ રત્ન તું છીનવી લેવા બેઠે છે. ઘાતકી રાજા ! આટલો બધે નિદર્ય ન થા ! યાદ રાખ ! તારો પણ વખત આવશે, તું પણ તારી સ્ત્રી વગર ટળવળતો રહીશ. ચડતા પડતીના નિયમને અનુસરી તું પણ આવા ધાતકી રિવાજનો ભોગ થઈ પડીશ. એ હત્યારા રાજા ! મારા પતિને મુક્ત કર ? મારી ઉછળતી આશાને નષ્ટ નહિ કર !” એમ બેલતી પતિને વળગેલી લલિતા મુંગીજ સ્થીર થઈ ગઈ.
સ્ત્રીને કરૂણ જનક વિલાપ સાંભળી દરેકનાં હદય પીગળી ગયાં, આ તરફ જલાદ ઉતાવળ કરવા લાગ્યા, પણ લેકએ તેઓને તરતજ શાંત કરી દીધા. શ્રીપાળ શેઠ પણ ઉદાસ અને પત્નીના રૂદનથી અશ્રુ સરકાવવા લાગ્યાં, પરંતુ સામાન્યતઃ જગતમાં પુરૂષનું હદય કઠીણ હોય છે જ્યારે સ્ત્રીનું હદય ઘણું કમળ હોય છે તેથી તેણી સહન નહિ કરતાં અંતરની ઉર્મિ તરતજ બહાર કાઢી નાંખે છે, અને પુરૂષ હદયની અંદર ઝટ સમાવી દે છે, પત્નીને આસ્તેથી દિલાસો આપવા લાગ્યું. “હાલી ? જવા દ્યો ! વાર ન લગાડે ? રાજા રોષે ભરાશે તે વળી મારા ભેગે તારો પણે ઘાટ ઘડી નાંખશે, મારી પાછળ તું તારે તારું જીવન ધર્મ ધ્યાનમાં ગાળજે, મારા મિત્રો જે નેકી અને મારી પ્રત્યે પવિત્ર દિલસોજી વાળા છે. તેઓ મારી પાછળ તારી સારી રીતે સાર સંભાળ કરશે, વળી જો કે આ• પણી પાસે ધન તે ઘણું છે તેથી તેને કોઈ પણ રીતે હરજ નથી. તેમ છતાં પણ રાજા કદાચ આપણું ધન લુંટી લેશે તે પછી મારા મિત્રે તને મદદ કરશે. ભાટે એમાં શું નિરાશ થાય છે. ( બેલતા બેલતાં આંસુ નીકળી પડ્યાં ) જગતમાં દરેકને વહેલું અગર મોડું પણ મરવાનું તે સરજાયેલું છે. કાળ કોઈને છેડશે નહિ, કોઈ આજે જશે તો કોઈ પાંચ વરસ પછી જશે, પણ આ વિનર જગતમાંથી સર્વ કાઈને જવાનું છે રામ અને રાવણ સરખા પણ ચાલી ગયા. કૃષ્ણ અને પાંડવ સરીખા રણધીર નર રત્નો પણ આ ધરતીમાતાને