________________
૨૧૮ તાના ઈષ્ટ દેવતાને સંભાળવા લાગ્યું, દરેક જણે જીવવાની આ શાઓ મુકી દીધી. કેટલાક લોકો ઘરેણાં ઉતારી વનમાં એક ઠેકાણે દાટવા લાગ્યા. કોઈ ધનના ભંડારને જમીનમાં દાટવા લાગ્યાં. કેટલાક લોકે જેને જ્યાં ફાવે ત્યાં જીવવાની ખાતર બિચારા પ્રાણ બચાવવા આશાએ નાસવા લાગ્યા. એવી રીતે લે અનેક પ્રકારે ત્રાસને પામવા લાગ્યા.
સંઘને ધિરજ આપતા એવા ઝાંઝણકુમાર અને સિંધનસુભટ પિતાના સુભટોને ઉત્સાહ અને લાલચ આપતા થકા ભી ઉપર તુટી પડયા. ઝાંઝણકુમારના બુરાંગ પ્રમુખના શબ્દોએ કરીને સમસ્ત વન અને સૃષ્ટિમંડળ ડોલવા લાગ્યું, પર્વતે કંપાયમાન થવા લાગ્યા. કાયર જનો થરથરવા લાગ્યા. દિગમંડળ ચલાયમાન થયાં. નદીઓનાં અને તલાવ, વાવ વિગેરેનાં જળ ખળભળવા લાગ્યાં. તેના કારમા શબ્દથી બીલોનાં હદય કમળ ફુટવા લાગ્યાં. તેમના હદયમાં તરતજ ભયનાં ભયંકર ચિડે પ્રગટવા લાગ્યાં પ્રથમ યુદ્ધનો જે ઉત્સાહ હતો તે મંદ પડી ગયો. કેટલાક કાયરભીલો તે શબને નહિ સહન કરતા થકી ત્યાંથી પલાય કરી ગયા, કેટલાક ભયભ્રાંત થયા થકા પણ લડાઈમાં બાણેનો વરસાદ વરસાવવા લાગ્યા. અને જીતવાની આશામાં ને આશામાં ડેલાયમાન થવા લાગ્યા.
ભીલોને ભક્ષણ કરવામાં ઉલ્લાસમાન એવી છહવા સરખાં આયુધો વડે કરીને અને પિતાના હજારો સુભટો વડે કરીને સિંધન સુભટ અને મંત્રીશ્વર ભીલો સામે બાણોનો વરસાદ વરસાવવા લા
ગ્યા. પણ ભીલોના બાણના ભારને નહિ સહન કરતા એવા કેટલાક સિંધનના સુભટે રણુમાંથી પલાયન કરી ગયા. જેમ સિંહનાદથી હાથીઓનાં ટોળેટોળાં પલાયન કરી જાય તેમ સિંધનના કેટલાક સુભટ જીવ બચાવવાની આશાએ લડતાં લડતાં અગીયારા ગણી ગયા.
સિંધન સુભટ તથા મંત્રીના સુભટો આમતેમ ચોતરફ નાસતા જોઈને ભીલનો નાયક સુજાલ અતિશય જેરમાં આવ્યું. તેના નાશી ગયેલા ભીલો પણ આવીને પાછા લડવા લાગ્યા. પિતાના ભીલોને તે અનેક પ્રકારની લાલચ આપતો હતો, ને લડવાને ઉશ્કેરતે હતો ભાવો પનું અનેક પ્રકારની કળા વડે કરીને બાણોનો વરસાદ વરસાવતા હવા. ની આગળ સુજાલ બહારવટીયો અનેક પ્રકારના