________________
૨૬૩ ઓની નિમાં કુમુદા કર્યા કરે ! પણ દેવની મરજી હોય તેમજ થાય છે. દેવની મરજી વગર આ જગતમાં કશું બનતું જ નથી.
“અંગે ભભુતિ ઓપતી, લીધું કમંડળ હાથમાં, દેવતણ અધિરાજ શંભુ, ભટકે જંગલ ઘાટમ, ચડી દશાને ચાકડે અભિમાન મુરખ શું કરે ? કદી મરજી દૈવતી તે, ધાયું તારું ધુળ મળે. ”
ઈદ્ધ, ચંદ્ર અને ચક્કી જેવાઓ પણ દેવની અગાધ શક્તિનો ભંગ થઈ પડયા છે. દેવની પ્રબળ સત્તા આગળ તેમનું પણ લેશ માત્ર ચાલતું નથી. તે પામર એવા મગતરા સરખા માનવનું ધા. રેલું દેવ કેવી રીતે થવા દે! ભીલનાં અસંખ્ય બાણ આ બને ઉપર વ્યર્થ જ થવા લાગ્યાં ઘણું વખત સુધી બાણોના મારો ચાલુ રહ્યો પણ વ્યર્થ જ ! ઉલટો તેને ઘસારે પિતાને થયો. પણ તેમને તો કંઈ અસર થઈજ નહિ. વજ ઉપર લહન ઘણું મારે પણ વ્યર્થ જ! મશીળીયા પાષાણ ઉપર બાર મેઘ જે કદાય વરસે તો પણ તે વ્યર્થ જ છે. ચક્રીના વિકલા ચર્મ રત્નને બારે મેઘ વ્યથા ઉપજાવવા ધારે પણ ફગટજ ! તેઓને હરકત થતી જ નથી, પણ તેમને મેલ ધોવાતાં તે ઉલટા શોભાયમાત દેખાય છે તેવી જ રીતે લેહના બખતરથી રક્ષાયેલા આ બનો શુરા સુભટો ઉપર બાણ અથડાઇને જમીન ઉપર પડવા લાગ્યા. ભીલનાં બાણો ખુટી ગયાં તથાપિ આ શુરા સુભટોને તે કોઈ અસર થઈજ નહિ. તેઓ અત્યારે ક્રુર હદયના એવા ઘાતકી જેવા બનેલા છે તેમના મારથી ભીલ સેના ત્રાસ પામવા લાગી. હજારે ભીલો ટપોટપ ભૂમાતાને શર થવા લાગ્યા. ભીલ સેનામાં થોડીવારમાં તે કાળો કેર વર્તાવા જેવો દેખાવ થઈ રહ્યો. વિજયની છેલ્લી ઘડીએ બાજી પલટાઈ ગઈ વિજયલીમીતે વિચારમાં પડી ગઈ, મારી વરમાળા પહેરી મારે હાથ કોણ ગ્રહણ કરશે તે માટે તે ઘણી આતુરવંત થઈ પણ તેણે કંઇ નિશ્ચય કરી શકી નહિ ખેર ! તેને વિચાર કરવા દ્યો. આપણે | લડાઇની દશા નિરખી તેના શું વર્તમાન છે તેની રીતિ જેત તરતજ આપણને ખાતરી જશે.
પિતાની ભીલ સેનામાં અને પોતાના બાગો નિફળ જતાં દેખી સુજાને જીતવાની આશા હવે રહી નહિ. પિતાના ભીલોને