________________
- ર૩૬ પ્રકરણ ૩પ મું.
રાજા સાર દેવ”
दानोपभोग हीनेन, धनेन धनिनो यदि, क्रीडामः किन तेनैव, दारैरपि धनैरापि;
ભાવાર્થ-જે માણસ દાન દેતું નથી અને ધનને પોતે પણ ભોગવતે નથી, તો તેના મુવા પછી તેના ધન વડે કરીને અને તેની સ્ત્રી સાથે આપણે શા માટે આનંદ ન ભોગવીએ !
રાજાને મળવાને ઝાંઝણુમાર પાસેથી રવાને થએલે ભાટ રસ્તામાં અનેક પ્રકારના વિચાર તરંગમાં મગ્ન થતે તે રાજા પાસે આવ્યો. તેની પાસે આવી સંપદા દેખીને રાજાએ તેને પૂછયું કે “ આ બધું તું કયાંથી લાવ્યો ! ”
- “હે સ્વમિન ! ખરેખર આજે માંડવગઢની સંપદાજ અરે ! માળવાની લક્ષ્મી દેવીજ આજે મારે મંદિરે પધાર્યા છે ! ” ભાટે કહયું.
હે ભાટના નાયક ! તને કોઈએ એક વસ્તુ આપી છે તે તેનું દશગણું વર્ણન શા માટે કરી બતાવે છે ! કેમકે તેમ કરવાથી સાચી વાત પણ ખોટી થઈ જાય છે ” રાજાએ હાસ્ય કરતાં થકાં ભાટને કહયું.
“હે સ્વામિન ! હું લગારે પણ અતિશયોક્તિથી બેસતા નથી. પણ જે ખરી બાબત છે તેટલી જ જણાવું છું” તેણે કહયુ.
ઠીક ! એમાં વિવાદ કરવાની શી જરૂર છે ! હાલમાં અહીં કોણ છે ! ” રાજાએ કહયું.
“હે દેવ! મેરૂ પર્વતની પેઠે પૃથરીને કંપાયમાન કરતા અને ચોતરફથી ઉજ્વળ કીર્તિરૂપી. પટરાણીને વરેલા ઝાંઝણકુમાર મંત્રીશ્વર તેના (સંધના) રાજા છે. તે અચળ એવા માંડવમઢને મેરૂની માફક કંપાયમાન કરે છે,” તેણે કહયુ.