________________
૨૩૪
કરસના પૂરી કરી અનુક્રમે પ્રયાણ કરતાં થકાં ગિરનાર પર્વતને વિશે આવ્યા. પૃથ્વીને પવિત્રકારી એવા તિર્થના પર્વત ઉપર સકલ સઘ ચડતે હો. ત્યાં પણુ નેમિનાથના મસ્તકને વિશે અને શિખરેને વિશે તેઓ ધજા ચડાવતા હવા, અને ચેપન ઘડીના પ્રમાણ વાળી ધન બનાવીને અહંકાર મુકી પ્રધાન તેને પ્રતિષ્ઠાવતા હો.
આ પ્રધાન માલવ દેશને અધિપતિ છે. એમ મારૂ મન સાક્ષી આપે છે, જે પ્રધાને એક પ્રકારની ધજા બે તિર્થમાં ચડાવી. આહ ! તે ધજાઓનાં શું વર્ણન કરીયે ! પોતાની અંદર સ્નાન કરવાને એકઠી થએલી છે એવી વિદ્યાધરની સ્ત્રીઓ તેમના શરીર ઉપર રહેલું જે ચંદન તેના વડે કરીને મિશ્ર થએલું છે પાણી જેનુ એવી ગંગા નદી આજે પેથડકુમારના પાછળ ઝાંઝણકુમાર તે રૂપી સૂર્ય તેના આતાપે કરીને જાણે સુકાઈ ગયેલી છે તે શું ! એવી રીતે ગંગા નદીની માફક ધજાએ શોભતી છતી ગગન મંડળમાં ફરાર ફરરર ફરકવા લાગી.
કેટલાક દિવસ ત્યાં રહીને જમતને આશ્ચર્યકારક એવાં કૃત્યને કરતા થડે પ્રધાન આબુ સંઘવી સાથે વામનસ્થલી ( વંથળી ) માં આવ્યા. રસ્તામાં પ્રભાસપાટણ પ્રમુખ ઘણું તને પ્રધાન વંદના કરતા હવા. ત્યાંથી જાવા વગેરે કરીને આગળ ચાલ્યા. તેઓ દેશ દેશને વિશે, સૌરાષ્ટ્ર આદિ દેશને વિશે વગેરે અનેક ઠેકાણે રહેલાં તિર્થને વંદના કરતા હતા. ત્યાંથી કર્ણાવતી નામા નગરીથી ત્રમ્ કેશ દુર આવીને પડાવ નાંખતા હવા કેટલાક દિવસનો પડાવ અહીં રાખવાન છે એમ ધારીને તંબુ વગેરે ઠોકી દીધા. બને સંધનો સમુહ એ ત્ર મળેલો હોવાથી મોટા નગર જેવો દેખાવ થઈ રહ્યો છે, આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. જંગલમાં પણ મંગલ જેવો ભાસ જણાય છે. એવામાં કર્ણાવતીના રાજા સારંગદેવનો માનનીય ભાટ સંધ જેવાને ત્યાં આવતે હો. ફરતે ફરતો મોટા મોટા વ્યવહારીયાઓના તંબુને નિરખતે તેમના વૈભવોથી સંતુષ્ટ થએલ ભાટ પ્રધાનના તંબુ પાસે આવતા હવા. આહ! શું આતે કેઈ મહારાજની તંબુ હશે કે તે કોઈ શાહનશાહનો તંબુ હશે ! એવી ભ્રમણામાં ભુલો ભાટ સ તંબુઓમાં અગ્રેસર ચાર ધારવાળો એવો પ્રધાનનો તંબુ જેતે હ. જેની આસપાસ દિશાઓને ક્ષોભ પમાડે