________________
૨૩૨
અલ્પ સમયમાં પ્રહલાદન રાજાના શરીરને ઉ૯લાસમાન કરવાને મેઘ સમાન એવા અને જેને વિશે ચારે આશ્રમના લેકો દર્શન કરવાને આવે છે એવા પલવીયા પાર્શ્વનાથ જે નગરમાં જયવતા વર્તે છે. સૂર્યમુખીએ કરીને શોભાયમાન એવા અને ત્યાં યાત્રા કરવાને આવતા યાત્રાળુઓની દરરોજની સંખ્યા એટલી વધારે હોય છે કે દિનપ્રતિ મુડા પ્રમાણે ચોખા થાય છે, તેમજ સોપારીની ગુણો ભરાય છે. એવા જીનેશ્વરને ભાવપૂર્વક સ્તવને સંધ ત્યાંથી કેટલેક દહાડે પ્રયાણ કરતે હવે, ચાલતાં ચાલતાં તે સંધ અણહીલપુર પાટણ વિશે આવ્યો, ત્યાં યાત્રા કરીને અનુક્રમે શત્રુંજય પર્વત ઉપર આવ્યો, ત્યાં આગળ પ્રધાને એક મોટો સ્વામી વત્સલ કર્યો. અગીયાર મુડા ઘઉંની લાપસી બનાવી વગેરે અનેક પ્રકારની મન ગમતી રસોઈવડે બધાને જમાડયા. ભાવ થકી યાત્રા કરીને સંધ પાલીતાણે આવ્યો, તે અરસામાં તે સંધ ના કાશ્મીર છે એવું હસતા થકા કેનાં વચન સાંભળીને સ્થીરા૫દ્ર (થરાદ) નગરથી આભુ નામના સંઘવી પણ સંધ કાઢી પાલીતાણે આવતા હતા. શ્રીપાળ જ્ઞાતિમાં શોભાયમાન એવું પશ્ચિમ માંડલીકનું બિરૂદ જે આબુ સંધવીને લોકોએ આપેલું છે. વળી જેના સંધમાં ચોદહજાર ગાડાં હતાં, પંદરસોને દશ તિર્થંકરની પ્રતિમાઓ હતી. સાતમેં જૈન દેરાસર હતાં. ત્રણસે તે પાણીના મોટા નળા હતા. બસ માળી રાખેલા હતા. અધિવત એવાં તંબોલીનાં પાંચ કળ હતાં, બનેંને આઠ દુકાનો હતી. સત્તરસે ને બાવન લાકડાંના ભાદા ઉપાડનાર હતા, છત્રીસ આચાર્ય હતા. વગેરે અનેક પ્રકારના પરિવારે પરવરાયેલા આભુ સંપવી એક મડલીક રાજાની માફક પાલીતાણે આવતા હવા.
તેવાર પછી બન્ને સંધના સમસ્ત લોકો સિદ્ધાચળ ઉપર ચડયા. અને યુગાદિનાથ શ્રી રૂષભદેવની અત્યંત ભક્તિથી પુજા કરતા હતા. સેના રૂપા પ્રમુખનાં ફુલ વડે કરીને શ્રી આદિનાથની તેઓ ભક્તિ કરતા હતા. ત્યારબાદ ધજા ચડાવીને આરતી મંગલદીવો વગેરે કરીને અને મોતી પ્રવાતાં તેમજ સોના રૂપાનાં ત્રણ કોડ ફુલ વડે ભગવાનને વધાવીને ઘણી ભક્તિ કરતાં થાં તેઓ નીચે ઉતરતા હવા. પછી ઘણું ભકિતએ કરીને આવ્યું સંઘવી સકળ સંધને ભોજન કરાવતા હવા. કેમકે સંધની ભક્તિ અત્યંત પુન્ય પ્રગટ કરવામાં કારણું છે, તેમજ બીજે પ્રકારે પણ