________________
૨૧૯ આશાતરગમાં લીન થયો છતો બાણો ફેંક્યા કરતો હતો એટલામાં સડસડાડ કરતું એક તીર આવ્યું. પિતાના ઘડાને તે તીર વાગવાથી તેને ઘોડે નીચે પડી ગયા, તેની સાથે સુજાલ બહારવટીયો પણ ભૂમિ ઉપર પડતો હો તરતજ ઉઠીને ઉભો થયો, અરર! હમણાં હાથમાં આવેલી બાજી બગડી જશે. મારા બહાદુર ભીલે મને મુવેલો કે નાશી ગયેલો જાણી તેઓ એકદમ લડાઈના મેદાનયાંથી પલાયન કરી જશે. અને મારી મનની આશા મનમાં ને મનમાં ૨હી જશે. પિતાના નાયકને પડેલો દેખીને લેકે ભયબ્રાંત થયા. જેને જેમ ફાવે તેમ પ્રાણ બચાવવાની ખાતર ભાગી જવા લાગ્યા, કેટલાક રણમાં લડતાં લડતાં મરવાને નિશ્ચય કરીને બાણોજ વરસાવતા રહ્યા. પણ એટલામાં તેના એક માણસે કોઈ લષ્ટ પુષ્ટ ઘોડા વાવીને હાજર કર્યો કે તરત જ તે ઉપર ચડીને પીછે યુદ્ધમાં સામેલ થઈ દરેકને ઉશ્કેરતો ચોતરફ ગુમવા લાગ્યો. ભીલો પણ પર તાના નાયકને ક્ષેમકુશળ જાણી લડાઈમાં ઉત્સાહવત થયા. મંદ પડી ગયેલે ઉત્સાહ ફરીને પુનર્જન્મ પામ સુર્યથી કમલ જેવા ખીલી ઉઠે, મેઘથી મયુર જેમ ઉસાહવંત થાય, વરસાદના વરસવાથી જમતની લીલા જેમ સુંદર શોભાને ધારણ કરે તેમ ભીલ લોકો પણ આનંદથી પુલકિત થયાં છે મરાય જેનાં એવા તે ઉત્સાહથી ભરણુ પ્રાયઃ પડી ગયેલી શક્તિને તેમજ વિનશ્વર થએલી આશા રૂપ લત્તાને ઉત્સાહ રૂપી અમૃત સિંચનથી વૃદ્ધિગતિ પમાડવા લાગ્યા. સઘળા ભીલો ઉત્સાહથી લડાઈમાં અત્યંતપણે બાણો વરસાવી સિંધ, સુભટના લશ્કરને ત્રાસ આપતા હવા. વિજયલક્ષ્મી સુજલ બહારવટીઆને વરમાળા આરોપણ કરવાને એક પગે તૈયાર થઈ. સર્વ સંધના લેકો ભયભ્રાંત થઈ આકુળ વ્યાકુળ થઈ ગયા. અરર ! આ ચોરને સરદાર હમણાં જીતશે આપણાં ધનમાલ વગેરે લુંટી જશે. પિતા પોતાના ઈ ટ દેવતાને આખરની ઘડીયે સૌ કોઈ સંભાળવા લાગ્યાં, કાળા મેઘના જેવા ભીલ લોકોને દેખીને અને ભલેનો ભયંકર મુર્તિથી તેમનાં નિર્બળ હદય પણ થરથરવા લાગ્યાં ચોતરફ ભયના ભયંકર ભણકારા થવા લાગ્યા. જગત જાણે અત્યારે શુન્યકારમયજ બની ગયું છે. અત્યારે સૌ કોઈ પોતપોતાના પ્રા હાથેલીમાં જોવા લાગ્યું. અરેરે! આ ભયંકર વિનમાંથી સહનાને છુટયા તો એમ જ સમજીશું કે હવે આ સંસારમાં ફરી જ જો છીયે. હા ! સર્વ ભીલો પાસે આવી લાગ્યા છે.