________________
૨૧૫ :
રના રોગોને તે ક્ષેત્રદેવતા ઉત્પન્ન કરતે હવે, સઘના લોકોને પીડા પામતા દેખીને સંધના મોટા પુષ સંઘવીને કહેવા લાગ્યા કે
હે પ્રધાન! તમે વ્યર્થ મહેનત ન કરે, કેમકે મનુષ્ય કરતાં દેવતા વધારે તેજસ્વી હોય છે. તેથી કોઈપણ કાળે દેવતાને માનવ જીતી શકે નહિ. પૂર્વે દ્રોપદીની ઈચ્છાને આધિન થઈને તલાવમાં ગયેલા બલિષ્ઠ એવા પાંચે પાંડવોને દેવતાએ શું નથી બાંધ્યા? વળી આપણું સંઘના ઘણા લોકો દેવતાના ઉપદ્રવથી પીડાય છે. તે માટે દેવતાને સંતોષીને બુદ્ધિવંતમાં અગ્રણી એવા તમારે દેરાસર કરાવવું જોઈએ ” સમજુ પુરૂષોનાં એ પ્રકારનાં વચનને શ્રવણ કરી ધુપ ઉખેવ કરીને, ફુલ પૂજા તથા બળીદાન બાકળા પ્રમુખે કરીને ઝાંઝણકુમાર દેવને સંતોષ પમાડતે હ. એટલે તરતજ તે દેવ પ્રગટ થઈને કહેવા લાગ્યો કે “ હે પુરૂષ! તું દેરાસર કરાવે છે, પણ આ ભૂમિ ઉખેડવાને માટે આ જગ્યાને એક પત્થર પણ તુને આપનાર નથી, તેમજ આ ગામના સીમાડા પતિ પણ એક નવું દેરાસર થવા દેનાર નથી”
હે દેવી બીજી જગ્યા ન આપે તે ખેરપરંતુ અહીંનું જુનું દેરાસર છે તેને તે નવું કરવાની આજ્ઞા આપ!” આવી રીતની પ્રધાનની વાણી સાંભળીને ભક્તિ વડે કરીને પ્રસન્ન થએલા દેવતાએ તેનું વચન માન્ય કર્યું. તેવારે તે દેરાસરને અનેક રીતે સુશોભિત કરી મંડપે કરીને યુક્ત સાત માળને શિખરબંધી પ્રાસાદ બનાવ્યું. એવી રીતે જીન પ્રાસાદનું કામ પૂરણ કરીને સકળ સંધ ત્યાંથી વિદાય થયે.
સંધ ત્યાંથી ચાલતાં ચાલતાં અનુક્રમે કરીને આહારપુર નગરને વિશે આવ્યા, ત્યાં ઘણું જૈન દેરાસરને વિશે પૂજા પ્રમુખ રચીને પછી મંત્રીએ સ્વામીવત્સલ કર્યો. એવી રીતે અનેક પ્રકારે ભક્તિ કરતાં સંધ ત્યાંથી નાગરદ નગરમાં આવ્યું, ત્યાં નવખંડા પાર્શ્વનાથને નમસ્કાર કરીને પછી એ જીરાઉલી ગામે ગયા, ત્યાં જરાઉલા પાર્શ્વનાથને સર્વ લોક વંદના કરતા હવા. સેંકડો મને રથને પૂરણ કરવાવાળા અને દુઃખને નાશ કરવામાં તત્પર, મહિ- - ભાએ કરીને અતિશય માહામ્યવાળા એવા જીરાઉલી પાર્શ્વનાથને વંદના કરનારા શ્રાવકો અનેક પ્રકારે તેમની સ્તુતિ કરવા લાગ્યા,