________________
૨૦૬ ગુરૂના ચરણ કમળને નમસ્કાર કર્યો, તેમજ બંસીથી ઓળીને આજ્ઞારૂપી મણીરત્ન વડે કરીને યુક્ત પિતાનું મસ્તક કરવું, સારાં અને સત્ય વચન બોલવા વડે કરીને મુખ પવિત્ર કરવું, ગુરૂની - ણીના શ્રવણવડે કરીને કાન પવિત્ર કરવા, ગુણવડે કરીને શરીરને શોભાવવું. એવી રીતે શ્રાવકના ગુણોને ધારણ કરનારા મંત્રીશ્વર પેથડકુમાર ભગવાનને નમસ્કાર કરીને પૈષધશાળામાં ગુરૂની પાસે આવ્યા. તેમને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને સિદ્ધાંતના અપૂર્વ રહ
સ્થને સાંભળવા લાગ્યા. ગુરૂ મહારાજ પણ મેઘની ગર્જનાની માફક સિદ્ધાંતને સંભળાવતા હવા, સૂત્ર વાચના ગ્રહણ કરનારા બીજા સાધુને ગુરૂને વારંવાર પૂછતાં દેખીને પેથડકુમાર પૂછવા લાગ્યા કે
હે સ્વામિન ! ઘણીવાર ગૌતમ સ્વામીનું નામ આવે છે એવી રીતને આ કયો ગ્રંથ સાધુ શીખે છે !”
“હે મંત્રી ! પાંચમું અંગ જે ભગવતી સૂત્ર છે તે બધુ ગેતમ સ્વામીનું જ છે. તેમાં પોતે જાણતાં છતાં પણ પરેપકારને માટે ગૌતમ સ્વામીએ ભગવંતને પ્રશ્ન પૂછેલા છે, અને ભગવાને તે ના ઉત્તરે કહેલા છે, એવી રીતે આ સિદ્ધાન્ત છત્રીસ હજાર
ક પ્રમાણને છે! ચાલીસ જેમાં શતકો છે. એવો તે ગ્રંથ જેનું નામ ભગવતી સૂત્ર છે તે વિચિત્ર અર્થની વ્યાખ્યા વાળો છે. વિવાહ પ્રાપ્તિનામા પાંચમું અંગ તે ભગવતી છે. વળી થોડી બુદ્ધિવાળા હોય છે, તેઓ આ સૂત્ર ભણવાને સમર્થ થતા નથી. બુદ્ધિવાળા અને વિધિએ કરીને જેણે યોગ વહન કર્યા હોય તે જ આ સૂત્રના અધિકારી થાય છે. જોગ કર્યા વગર સૂત્ર વાંચે તે તિર્થંકરની આજ્ઞાના વિરોધક છે, તેમજ વળી તપસ્યા વડે કરીને, સાંભળવા વડે કરીને, અંગ ઉપાંગને વિશે ભક્તિ વાળો થઇને જે આગળ આવે છે તે શ્રાવક સર્વજ્ઞપણું પામે છે. ” ગુરૂમહારાજે ઉપદેશના વિશે કંઈ કંઈ વાતે પેથડકુમાર મંત્રીને સંભળાવી દીધી.
હે સ્વામિન ! મેઘમાળા દેખીને જેમ મયુર નાચે છે તેવી રીતે શ્રી વીર ભગવાનની વાણી સાંભળવા થકી મારું મન તે રૂપી મેર નાચે છે. તેથી હે સ્વામિન! આ સાધુને ભગવતી સૂત્ર કરીને પ્રથમથી વાંચવાનો આદેશ કરે, કેમકે તે પ્રથમથી સાંભળવાની મારી ઈચ્છા છે ” મંત્રીની વાણી સાંભળીને ગુરૂ મહારાજ શિષ્યને ફરીને