________________
૧૦
આ અનિત્ય જગતમાં મરણરૂષ રાક્ષસ સર્વ જીવોને ગ્રાસ કરી જાય છે. કાળરૂપી કાળે નાગ પ્રતિદિન સર્વ જીવોનું ભક્ષણ કરતો જાય છે. હા ! આ કાળ રૂપી ઉંદરડ દરરોજ માનવના જીવનને કોતરતો જાય છે, તથાપિ અજ્ઞાની મનુષ્ય પોતાની દશાને સંભારતો નથી પિતાનાં અધમ કૃત્યો થકી તે લેસ પણ પાછું વાળીને જે નથી. હા ! કાળરૂપી કાળો નાગ રાત્રી દિવસ પો. તાનું કાર્ય કર્યું જાય છે, તથાપિ માનવ પ્રાણી પાપ કરતાં લગાર પણ વિચાર કરતો નથી. આહ ! શું તેની નિર્દયતા ! કેવું તેનું કપટ પણું ! ખરેખર ચીકણું કર્મવાળા માનવો હોય છે, તેમની ઉપર જેટલું પાણી રેડીયે તે નકામું જાય છે, અને છેવટે તેઓ પિતાના પાપે પકાય છે. પાપ કરવાને પ્રાણ સ્વતંત્ર છે પણ જીવને ભેગવવાને અવસરે પરાધિનપણે ઘણું દુખ ભોગવવું પડે છે.
જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે જ પા૫ સાંભળે છે. આહા ! પ્રાણીઓની કેવી વિલક્ષણ સ્થીતિ ! ખરેખર તે બિચારા દયા કરવાને યોગ્ય છે, તેમની આવી દશા માટે આપણને ફક્ત બે આંસુજ પાડવા જેવું છે. તેમની દશા માટે બે આંસુ પાડી દીલગીરી બતાવવી, એ જ તેમને માટે અત્યારેતો વાસ્તવિક છે ! વળી પરમકૃપાળુ પરમાત્મા તેમને સદ્દબુદ્ધિ આપો ! એવી અરજ કરવાની છે. હે ચેતન ! આ અસાર જગતમાં તારા આત્માની જે વસ્તુ હોય તે તું સંભાળી લે ! સંસારની બાહય ઉપાધિ ઉપરથી તું આખર વખતે તારા મનને દૂર કરી શ્રી પરમાત્માના ધ્યાનમાં અકયપણાને પામ હે ચેતન ! તું તારું હેતે સંભાળી લે, જે તારી અંતની ઘડી હવે પુરણ થવા આવી છે આ જગતને તું થોડા વખત પ્રાણે છે, અા સમયમાં તારે મંત્રી પેથડકુમારનું માનુષી ખેળીયું છોડીને બીજે સ્થળે જવાનું છે, માટે સર્વ જીવોને ખમાવી લે, હે આત્મન ! તું કોઈની સાથે વેર વિરોધ રાખીશ નહિ. શ્રી અરિહંતનું સ્મરણ કર ! તેનાજ ધ્યાનમાં તું રક્ત થા ! શ્રી પાર્શ્વનાથનું જ ધ્યાન ધર ! માનુષી જીવનના અંત સમયે હવે હે ચેતન ! તું તેનું જ શરણું માગી લે, તે આ જગતમાંથી તારવાને સમર્થ છે, મોક્ષને દાતાર છે, અનાથનો સનાથ છે, આધાર રહીત જીવોને આધાર છે, વળી ભક્તોનું ભલું કરી તેમને વાંચ્છિત દેવામાં તે શુરો અને દાતાર છે ઇત્યાદિક ધ્યાનમાં લીન થએલા પેથડકુમાર મંત્રીને