________________
૨૦૪ :
વાંચવાનો આદેશ કરતા હવા. તે સાંભળતાં થકાં જે ઠેકાણે ગૌતમ સ્વામીનું નામ આવે તે નામ દીઠ એક એક સોના મહેર મુકે છે.! એવી રીતે પાંચ દિવસમાં છત્રીસ હજાર સોના મહોરો વડે કરીને જ્ઞાનની ભક્તિ કરી. પછી મંત્રીશ્વર પેથડકુમારે ભૂગુકચ્છ) ( ભરૂચ ) પ્રમુખ નરેને વિશે મોટા મોટા સત સરસ્વતી ભંડારને પુસ્તકો એ કરીને ભરતા હવા. પુસ્તકનાં વસ્ત્ર તેમજ વિંટણાં તથા સોનાની ચાબખીયો બનાવીને ભંડારને વિશે મુક્તા હવા. એવી રીતે જ્ઞાનમાર્ગમાં પણ પોતાના ધનનો સદ્વ્યય કરતા હતા.
મંત્રીશ્વરે ગુરૂ પાસે ત્રણે કાળ અહિંતની પૂજાને નિયમ ગ્રહણ કર્યું. રાજ્ય કાર્યમાં અને વ્યાપાર પ્રમુખને વિશે વ્યગ્રચિત્ત છે તથાપિ નિયમને તે બરાબર પાળતા હતા. જે તિર્થંકર પૂર્વે સંપદા પામ્યા છે તે તિર્થક વડે કરીને તેમની ભક્તિ કરવાથી સંપદા મળે છે. એવી રીતના તિર્થંકરને જે સેવતા નથી તે નિશ્ચય પિતાના સ્વામીનો દ્રોહ કરનારા જાણવા
એક સમયને વિશે સુર્ય સરખા મંત્રી પેથડકુમાર મધ્યાન્ડ સમયે મહાન શોભાયમાન એવા પિતાના દેરાસરને વિશે પૂજા કરી આંગી રચવાને આરંભ કરતા હતા. પોતે મુખ કોણ બાંધીને તથા શુદ્ધ વસ્ત્ર પહેરીને ઉત્તમ પુષો વડે કરીને જીનેશ્વરને જેટલામાં આંગી રચવાનો પ્રારંભ કરતા હતા, તે અરસામાં ઉજયિની નગરીના સિમાડામાં સારંગદેવ રાજાનું સૈન્ય આવીને પડયું છે, તે રાજાની મુલાકાત કરવાને ઈચ્છે છે તેના સમાચાર દૂત દ્વારા જાણીને રાજા જયસિંહદેવે એકાંતમાં જેશીને બોલાવીને પૂછયું, કે
મેળાપ કરવો કે લડાઈ કરી.” જેથી તેમનાં પિથી પાનાં અને ટીપણું વિગેરે જોઇને તથા આંકડા ગણીને જવાબ આપતા હવા. કે “બે ઘડીનું વિજય મુહુર્ત બહુ સારું છે તે સર્વ કામને સિદ્ધ કરશે,” પછી તે મુહૂર્તમાં પ્રયાણ કરવાની ઇચ્છાવાળો રાજા વિચાર કરવા લાગ્યા, અને એક સુભટને તરતજ મંત્રીશ્વરને બોલાવવાને મોકલતે હો. તે પેથડકુમારને ઘેર ગયો. ત્યાં તે ન મળવાથી પાછો આવ્યો. રાજાએ ફરી વાર તાકીદે બોલાવવાને મોકલ્યો, ત્યારે પ્રધાનની પત્ની કહેવા લાગી કે અત્યારે પ્રધાન દેવપૂજાના કામમાં રોયેલા છે. તે માણસે રાજાને સમાચાર કહ્યા તે પણ રાજાએ ત્રીજુ માણસ કહ્યું, તે માણસે દેસી સાથે