________________
૨૦૫
પ્રધાનને કરવા પ્રોગ્ય કાર્યના સમાચાર જણાવ્યા, પ્રથમીણ (પાની) પણ અમૃત સરખી વાણુથી રાજાના માણસને જણાવા લાગી કે “ હે ભાઈ.! હજુ બે ઘડી વખત લાગશે” પછી તે માણસ રાજાની પાસે જઈને પ્રધાનની સ્ત્રીએ કહ્યું, તું તે કહી સંભળાવ્યું. પ્રધાને આજ્ઞા ભાગ તથાપિ જ તેની ઉપર રોપાયમાન ન થયો. પરતુ મુહુ તું રહે છે. તેના ભયથી પિતે ઉઠીને ઉતાવળથી મુંબીના ઘેર આવતો . પિતાના પરિવારને બહાર મુકીને એકલા તે પ્રધાનના ઘરમાં ગયો. એક માણસ અંદરનો માર્ગ દેખાડા તેને પ્રધાન સમીપે મુકી પાછો આવ્યો, પછી કેવળજ્ઞાનરૂપી ૯મી તેને કીડો કરવાને મોટા ગૃહસમામ એવા ભવ્ય દેરાસરમાં તે આવ્યો, ત્યાં નિરંતર જાતિવંત એવો ધુપ ઉખેવાય છે, વળી કાળા જળની શંકા થાય એવા શ્યામ કાચથી સર્વ જમીન બાંધેલી છે. તે ભૂમિથી દેરાસર ઘણું જ શેભાયમાન જણાય છે, તથા અનેક પ્રકારનાં તિર્થકરોનાં ચિત્રો ત્યાં ગોઠવવામાં આવ્યાં છે. રત્નની કાંતિએ કરીને યુક્ત દેદીપ્યમાન અલંકારને ધારણ કરનારી સુંદર આકારવાળી બે કન્યાઓ જેને બે બાજુએ ચામર વીંજે છે, એવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને પૂજતાં પેથડકુમારને રાજાએ જોયા, ત્યાં આગળથી હવે પ્રધાનને કેવી રીતે બોલાવો ! તરતજ તાત્કાલિક બુદ્ધિથી વિચાર કરી પુષ્પને આપનારા ભાલીને ત્યાંથી ઉઠાડી તેની જગ્યાએ ગુપચુપ પોતે બેસી ગયો અને તે માણસની માફક રાજા પુષ્પ આપવા લાગે; પરતુ અનુક્રમે પુષ્પ નહિ પામે થકે પુષ્પ લેવાની ઈચ્છીએ પ્રધાને મુખ ફેરવ્યું અને નજેર કરી તે રાજાને દીઠે, તે વારે ઉઠીને ઉભા થતા પ્રધાનને બલાત્કારે રાજાએ નીચે બેસાડયા, અને તેમની દેવ ભક્તિથી પ્રમુદિત થયેલો રાજા તેમને અનેક પ્રકારે ધન્યવાદ આપવા લાગ્યો. “ ખરેખર આ જગતમાં તમેજ વખાણવા લાયક છે. તમારું જીવતર તેમજ તમારૂ ધન તે પણ વખાણવા લાયક છે. પિતાના દેવને વિશે તમારે અથાગ ભક્તિ ભાવ છે. કેમકે અંગને વિશે સારભૂત આત્મા છે, ભજનને વિશે સારભૂત ધૂત છે રાજાની આજ્ઞાને વિશે સારભૂત શ્રીકાર છે. અથાણાને વિશે સારભૂત લિંબુને રસ છે તેમ ધર્મને વિશે વાસના સારભૂત છે, અરે ! આવી રીતે ભક્તિથી પૂજા કરવા લાયક તમારા જે બીજો કોણ હોય ! હે મંત્રી ! મારે ગમે તેટલાં સેંકડો કાર્ય હોય