________________
વથી જે ચોરોની સાથે હું રહું તે કદાપિ હણવા યે થાય નહિ, હવે અત્યારે આપણે રાજાના મંદિરમાં ચોરી કરવાને પેસીયે ! કેમકે
જ્યાં ધનના ઢગલા હોય તથા ચણોઠીની ધોડે મોતીયે પડેલાં હોય તેવા ઠેકાણે જે આપણે ચોરી કરીએ, તે આપણું દારિદ્ર પણ જતું રહે, ઝાંઝણકુમારે તેમને જણાવ્યું
તેની વાત સાંભળી સર્વ ચેરે ખુશી થયા થકા રાજાના મંદિર તરફ આવતા હતા, તેટલામાં રૂડી દિશાએ રહીને શિયાળ શબ્દ કરતો હો, એટલે તરતજ શકુનના જાણનારા ચોરે જણાવ્યું કે છું “આ શિયાળના શબ્દ થકને કરીને આપણને મણ રત્ન ઘણું મળશે, તથાપિ એક દિવસ પણ રહેશે નહિ.
. મણી રત્ન છેડીને આપણે હીરા, માણેક વગેરે તથા હીરાગર વસ્ત્ર પ્રમુખ લઈશું તે હરકત નથી ને ! કેમકે આ રાજાને મહેલ સર્વ વસ્તુઓથી ભરેલો છે. એમ કહીને ઝાંઝણકુમાર તેમને એક ભંડાર તરફે લાવતા હવા. નિર્ભય પણે તાળાં ભાંગી તરતજ ચારે ચાર ભંડારમાં પ્રવેસ કરતા હતા. એટલામાં વળી ભૈરવને શબ્દ સાંભળીને શકુનને જાણનાર ફરીને પણ બોલતે હવે, કે આ શકુન વડે કરીને કોઈક રાજાને સુભટ આપણને દેખે છે, તેથી વિલંબ ન કરી! તરતજ દરિદ્રને નાશ કરવાને ચિંતામણી સમાન એવી ચાર પેટી ઝાંઝણકુમાર તે ચોરોને બતાવતા હતા, તે લઈને સર્વ ચોટામાં અાવ્યા. - ચોટામાં આવેલા શેરોને હવે છુટાં પડવાને વખત નજીક આ જાણી કપટી ચેર ઝાંઝણકુમારે તે ત્રણ ચેરેને જણાવ્યું, કે મિ ! હવે આપણે કયારે મલીશું ! - “હે મિત્ર ! તું વૃથા ખેદ નહિ કર ! આજથી તું અમારો દિલોજાન હેસ્ત છે. પ્રભાત કાળે માણેક આગળ બિજોરાં હાથમાં લઈને જે માણસો આવ્યાં હોય તેને તું મલજે. તે અમે જ હોઈશું. ત્યાં આપણે મેળાપ થશે, ” વિશ્વાસ પામેલા ચોરોએ કપટીચર ઝાંઝણને પિતાની જીવન દોરી આપી દીધી.
હવે જેમ જીવ જુદાં જુદાં કમીએ કરીને ભિન્ન ભિન્ન ગતિમાં ગમન કરે તેમ ચારે ચોરે જુદા જુદા માર્ગે જાતા હવા. ઝાંઝણ