________________
૧૯
ચડીને શ્રી નેમિનાથ ભગવાનની સ્નાત્ર પૂજ, ધજા પ્રમુખ ચડાવવા પૂર્વક ભગવાનની અનેક પ્રકારે સ્તુતિ કરતા હવા, હવે ઈદ્રમાળ પહેરવાના અવસરે સર્વ લેકે કૌતુક વડે કરીને સાવધ થયા. તેમજ ઉભય સંધવીઓ પણ ભગવાનની ડાબી જમણી બાજુએ ઉભા રહ્યા. તે બન્ને સંધવીની બેસવાની રીતિજ પ્રથમ તો જય અને પરાજ્ય બતાવી આપે છે કેમકે જમણી બાજુએ પ્રધાન બેઠેલા છે તેમને જય થવાને છે, હવે બન્ને તરફના લકે સોનું બોલતે થકે વધવા લાગ્યા. સોનાની પાંચ ઘડીઓ મંત્રીશ્વરે મુકી ત્યારે પૂર્ણ શ્રાવકે પણ પાંચ મુકી, પછી છ, સાત, આઠ એમ અનુક્રમે ચડવા લાગ્યા છેવટે સોળ ઘડી થઈ, ત્યાં થકી પણ ચડવા લાગ્યા, પછી બીજુ સોનુ લેવા માટે આઠ દિવસને વાયદો કરીને પૂર્ણ શ્રાવક સોનું લેવાને પિતાના ગામ ઉટડીઓ મેકલતા હવા, મંત્રીશ્વરે પણ ઘડીમાં એક જન ચાલે એવી ઉંટડીઓને સોનું લેવા માટે દશ દિવસને વાયદે માંડવગઢ મોકલી, તેમજ સંઘના ટકા પ્રમુખ તથા આપેલી સોના મહેર પ્રમુખ એકઠી કરતાં અઠ્ઠાવીસ ઘડી સુવર્ણ થયું, તેથી ઇંદ્રમાળ પહેરવાને ઉજમાળ એવા પ્રધાન ફરીને પણ છપ્પન ઘડી સુણે હું આપીશ એમ બે લતા હવા. કેમકે હજાર જોડવાવડે કરીને લાખ થાય અને લાખ જેડવાવડે કરીને કોડ થાય, એવી રીતે પ્રધાને સુવર્ણ એકઠું કરી દીધું,
હવે પૂર્ણ સંઘવીએ સર્વ સંધને એકાંતમાં બોલાવીને પૂછયું, કે તમારૂં બધું દ્રવ્ય એકઠું કરો ! તેવારે સર્વ લોકો બોલવા લા
ગ્યા કે હમારી શક્તિ નથી, તમારી શક્તિ હોય તો કરો, અમારી માલ મિલક્ત તથા ઘરાદિક સર્વ વસ્તુઓ વેચીયે તે પણ એટલું દ્રવ્ય તે થાય નહિ, તો અધિકની તે શું વાત કરવી ! માટે લુંટાયેલાની સરખા થઈને તિર્થ વાળવાનું આપણને શું કામ છે, વળી તિર્થને વાળીયે તોય આપણે ઘેર જઈશું એટલે આ પર્વત આપણી સાથે નહિ આવે, માટે પ્રધાનને જ ઈદ્રમાળ પહેરવા ધો. સર્વ લોકોનાં એવાં વચન સાંભળીને સંધવી ઝાંખુ મુખ કરીને પછી પ્રધાનને કહેવા લાગ્યા કે હે મંત્રીશ્વરે ! ઈમાળ તમેજ પહેર તેવારે નેમિનાથ ભગવાનની દક્ષિણ દિશામાં બેઠેલા લોકો દિવસે કમળની જેમ ઉલાસને પામ્યા. અને વામ બાજુએ બેઠેલા લોકે