________________
૧૯ર
કરતા નથી. ” રાજાએ કોટવાળને આવતાંની સાથે રોકડું નાળીયેર પરખાવી દમ ભરાવ્યો.
હે સ્વામિન ! આખી રાત હું ચારે તરફ ફરી ફરીને જેઉં છું, તથાપિ ચોર પકડાતા નથી. ” કોટવાળે નિરાશપૂર્વક જણાવ્યું.
હે સ્વામિ ! પર્વણીને વિશે પણ ચોર ચોરી કરતાં અટકતા નથી, માટે નક્કી આ ઝાંઝણ કુમારજ ચોરને સહાય કરી ચેરી કરતો હશે ” અન્ય પ્રધાન વગેરે દેષતી અગ્નિથી બળતા લોકો અવસર જાણી રાજાના કાન ભંભેરતા હવા.
“રે અધમ ? જે સાત દિવસમાં ચોરને નહિ પકડે તે જે ચોરને શિક્ષા થશે, તે તને કરવામાં આવશે. ” અન્યની શિખવણીથી ભોળવાયેલા રાજાએ કોટવાળ ઝાંઝણકુમારને માનવંતુ ભારે કીમતી ખરખડીયું આપી દીધું.
પછી રાજાએ ઝાંઝણકુમારને સન્માન કરી મહાજનને સમજાવી તરતજ રવાને કરી દીધા. ઝાંઝ, કુમાર ચોર પકડવામાં નિર તર સાવધાન પણે તત્પર થયો. પણ ચોર લોકે પકડાયજ શા માટે ! તેઓ સાત દિવસ સુધી ચોરી કરવા નિકળ્યાજ નહિ અને સાતમા દિવસને ભૂલથી આઠમો દિન જાણીને ચોરી ચોરી કરવા નીકળ્યા. મધ્ય રાત્રીને સમયે જુદા જુદા ભાગ થકી આવીને ચાટાના મધ્ય ભાગને વિશે તે એકઠા થયા. હવે આજે સાતમો દિવસ હોવાથી એકાકી ઝાંઝણ કુમાર ચોરનો. વેશ પહેરી ત્યાં આવ્યા. તેને ચોરનો પોશાક હોવાથી તેને ચોર સમજી ચોરો પણ તેને ચાર સંજ્ઞાવડે બેલાવતા હવા, ઝાંઝણકુમાર પણ તેમની સામે ચોર સંજ્ઞાએ કરીને તેનો જુવાબ આપવા લાગ્યા. પછી માંડ માંહે ભેગા મળીને ઝાંઝણકુમાર પૂછવા લાગ્યા કે તમારી શક્તિ કેટલી છે ! ત્યારે એક ચોરે જણાવ્યું કે શકુન વડે કરીને હું સર્વ શુભાશુભ જાણી શકું છું, બીજાએ કહ્યું કે વિદ્યા વડે કરીને સર્વતાળાં હું ભાંગી નાખું છું, ત્યારે ત્રીજાએ જણાવ્યું કે એક વાર શબ્દ સાંભળવાથી સર્વ પુરૂષ અને સ્ત્રીને ઓળખવા વાળો હું છું, એવી રીતે ત્રણે ચોરે પિતાની શકિત જણાવી દીધી. પછી ત્રણે જણું ઝાંઝણકુમાર ચોરને પુછતા હવા. કે તારા કેટલી શક્તિ છે. ! તેવારે તેણે જણાવ્યું કે મને યોગી ગુરૂએ કૃગુનામાં આધી આપી છે. તેના પ્રભા