________________
૧૯૪ કુમાર પણ પ્રાપ્ત થયા છે ચોરે જેને એવો હર્ષાયમાન થશે થૐ પિતાને ઘેર આવીને સૂઈ ગયે, હવે પ્રભાતના સમયે મંત્રી પેથડકુમાર રાજભુવનમાં આવ્યા, ત્યાં લક્ષ્મીગૃહનાં તાળાં ભાગેલાં જાણી અને તપાસ કરતાં રત્નની ચાર પેટીઓ ચેરાયેલી જાણી તરત જ તે વાત રાજાને નિવેદન કરી. કે પાગ્નિની વિષમ વાળાથી, જેનાં ગાત્રો શિથિલ થઈ કંપાયમાન થયાં છે એ રાજા સભામંડપમાં પ્રધાન પુત્ર ઝાંઝણકુમારને બોલાવતા હો, કેમકે કારણ પડે છતે રાજાઓ પણ શત્રુની ગરજ સારે છે. વળી રાજા કોના મિત્ર થયા છે ! લક્ષ્મી જેમ એકને મુકીને બીજાના ઘેર જાય છે, વેશ્યા જેમ નવા નવા પુરૂષે ભોગવે છે તેવી રીતે રાજાઓ પણ પિતાના વિશ્વાસને બી મારવા તૈયાર થાય છે. કેમકે પૂર્વીબંદુ રાજા શું ચાણક્યને અપમાન આપનારો નથી થયો ! નંદરાજાએ શુંશકડાળ મંત્રીનું કાસળ નથી કઢાવ્યું ! ભીમરાજા શું વિમળ પ્રમુખને અપમાન કરનાર નથી થયો! ખરેખર રાજાઓ કયારે પણ પિતાના હેતા જ નથી. રાજાએ તરતજ ઝાંઝણકુમારને પરખાવી દીધુ કે ઝાંઝણ ! તું ચોરને પકડી લાવ્યું કે કેમ ! આજે મારા ભંડારમાંથી પણ ચોરે રનની પેટીઓ લઈ ગયા. આજે સાત દિવસ પુરા થયા છે માટે તેની શિક્ષા તું જ ભોગવી લે.” રાજાએ તે ઝાંઝણકુમારને આવતામાંજ હોળીનું નાળીયેર આપી દીધું. - “સ્વામિન! શાંત થાઓ ! હમણાંજ તે ચરે આવશે ! ઉતાવળા ન થાઓ ! ઉતાવળે આંબા પાકે નહિ. ” ઉતાવળા સે બાવરા ધીરા સો ગંભિર “હું ચોરોને હમણાંજ પકડાવું છું” એવી રીતે શાંતતાથી રાજાના ક્રોધનું નિવારણ કરતા મંત્રીપુત્ર પિતાને ઘેર આવી તરતજ સુભટને આજ્ઞા આપતા હો કે “ જાઓ ! માણેકચોક આગળ જે પુરૂષોનાં હાથમાં બિરાં હોય તેમને બાંધીને અહીં લાવો ! ” આજ્ઞા મળતાંજ હથીયાર બધી સુભટે માણેકચોકમાં આવી તે વ્યવહારીયા સરખા દેખતા ચોરના હાથ બાંધીને ઝાંઝણકુમાર આગળ લાવીને રજુ કરી દીધા. કનકવડે કરીને હજારો લોકે જોવાને મળેલા છે. એવા સરઘસની સાથે ઝાંઝણકુમારે તે ચોરોને પછી રાજા આગળ લાવીને ઉભા કરી દીધા.
“હે સ્વામિન ! જેમ રાગદ્વેષરૂપી શત્રુઓ પ્રાણીઓનું આભ ધન લુંટી લે છે, તેવી જ રીતે તમારી નગરી આ ચાર લુટે છે,