________________
૧૮૫
પૈસા ખાનારા અધમ કસાઈઓ અને તેનાં દલાલો કરનારા નરપીશાચો આવા પાપીજનોને તેમનાં પાપકર્મ કેમ છેડશે? ખરેખર તેમણે તે આગળથી જ પિતાને માટે જાહન્નમના રસ્તા ખુલ્લા મુકાવ્યા છે, જેવી કરણી કરશે તેવી દરેકને ભરવાની છે, હા ! કહ્યું પણ છે કે
ગાયન,
“ દશા કરે તે કેઈ ન કરશે, મુરખ કરે અભિમાન માનવ મગતરું શું કરે જ્યાં, દઈવ દશા બળવાન કાયા બંગલે જીવ મુસાફર, ઘોટ ભલે ઘડત એક દિન એવો આવશે ભાઈ, નરક જઈ પડતો : લાખો જનની લાજે લૂંટીને મનમાં મકલાત પાપના પિોટલા બાંધીને, પાછળ પસ્તા કંગાળની થાપણ ઓળવી, વગસગથી નડતો
આ દશા જ્યાં કારમીતે, દેજમાં જઈ ઠરતે ” હા! કાળાં કરનારો અમત સરખો પાપી મારી માફક પાછળથી પતાશે. ત્યારે તેની આંખ ઉઘડશે. હા ! પાપનું ફળ તેને અહીને અહીં જ મળશે, પાપી ! મકલાઇશ નહિ, ચાર દિવસની મઝા માણી લે, પણ આગળ ત્યારે જાહન્નમની ખાઈમાં ઘણો કાળ રહેવાનું છે. તેને વિચાર કરજે, મુખ સમજુ હોય તે અત્યારથી જ સમજી જા, નહિ તે મારી પેઠેમ પાછળથી પસ્તાઈશ. એટલામાં તેની વિચાર શ્રેણી પ્રભુને ધ્યાનમાં લચેલી તાને પામી ગઈ.
કેમ? અલ્યાઓ! કેટલી વાર છે. થોડી વારમાં આ તરવાર મસ્તક ઉડાડી દેશે, તાકીદ કરે ? ભગવાનને ભેટે કે મુવા પછી તે તમને સદ્ગતિ આપે ! ” એમ કહેતાની સાથે ચાંડાલ આંટા મારવા લાગ્યો.
ચાંડાલનાં આવાં વાયક સાંભળી જુગારીની વિચાર શ્રેણી પાછી પલટાઈ ગઈ. માણસને દુઃખ વખતે જગતમાં ધર્મ તેજ શરણ છે. મારે અત્યારે અન્ય વિચાર કરવાની કંઈ પણ જરૂર નથી. પાંચ મિનિટમાં તે આ ચાંડાલો અમારાં મસ્તક જુદો કરી નાંખશે. ધનને મહિમા અવર્ણનીય છે, કેમકે પહેલાં જયારે રાજાએ રા