________________
૧૮૦
સંકટ સમયે ધીરા બનવું, શરણ એક શ્રી છનનું કરવું, દુઃખ નિવારક જગજન સજજન, નટવર નંદન શ્યામ કુમાર ત્રિભુ તારક નર નાયક તું સ્વામી સત્ય સહાયક આતમરામી આશરે એક અંતરજામી, રિપુ જનો રેશે જખ મારી; અખિલ જગતના દુઃખીયા સમયમાં સહાય થજે શ્રી પાર્શ્વકુમાર ત્રિ
એટલા શબ્દ મુખમાંથી નીકળી પડ્યા, કે તરતજ પાછો ધ્યાનમાં ચડી ગયો, અહીં ચાંડાળો તરવારો ચમકાવવા લાગ્યા. લેકોનાં હદય તરતજ કંપાયમાન થયાં; અરર ! હજુ સુધી પણ કંઈ જણાતું નથી, લોકો લંબી નજર કરી જેવા લાગ્યા, પણ કોઈ આ વતું જણાતું નથી, એક મિનિટમાં જગતનું કીમતી ઝવેરાત લુંટાઈ જશે, અમુલ્ય હીરો પત્થર તળે કચળાઈ જશે. લોકોના વિચારમાં ને વિચારમાં ચાંડાળાએ તરવારે ઉગામી, બન્નેને સામસામા ઉભા રાખ્યા, તરવાર જેવી પાડવાની અણી ઉપર હતી, તેવામાં સડસડાટ કરતું એક બાણ ચાંડાલોના પગમાં આવીને પડયું. ચાંડાલો ચમક્યા તરવારો તેમના હાથમાંથી પડી ગઈ, અને દગો દગો કરતા હોય પિોકારવા લાગ્યા. દરેક લેકે આશ્ચર્ય પામવા લાગ્યા કે આ શું થયું ! તીર કયાંથી આવ્યું, રાજાના એક અમલદારે તેને ઉંચકી લીધું તે તેને છેડે એક કાગળ બાંધેલે જણાય. તરતજ હજારે માણસોના આશ્ચર્ય વચ્ચે ચાંડાલેને મારતાં અટકાવી તેણે તે પત્ર છડી વાંચી જેવો, પછી હજારો માણસ આગળ તે પત્ર વાંચવા માંડયો, દરેક લેક પત્ર સાંભળવાને આતુર થયા છતા શાંત થઈ ગયા. મારા શાણા, સમજુ અને વફાદાર મંત્રી પેથડકુમાર,
મુ. માંડલગઢ. તમારો પત્ર વાં. લોક લાગણી ઉશ્કેરાયેલી જોઈ હું નારાજ છું, અત્યારનું વાતાવરણ જોતાં મારે મારો હુકમ ફેરવવાની અતિ જરૂર છે, એમ સમજી હું હુકમ કરું છું કે જે તે બને કેદી હયાત હોય તો શ્રીપાળને વસ્ત્રાભૂષણ આપી તેનું તેની યોગ્યતા પ્રમાણે સન્માન કરી તેને વાજતે ગાજતે તાકીદે તેના ઘેર મોકલી આપ, અને ધુતારાને દેશ નિકાલ કરો ! તેને જણાવવું કે કઈ દિવસ અમારા દેશમાં ફરીને પગ મુકીશ તો તને પકડી તરતજ ગરદન મારવામાં આવશે. તાકીદે હુકમનો અમલ કરો !
લી. રાજ સિંહદેવના પ્રણામ.