________________
૧૮૩ કૃતિઓને જાણી તેને તે જુદો જ અનુભવ મળતો. અહે ! દૈવની ગતિ કેવી વિચિત્ર છે. તેના મનમાં અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા, દુનિયાના અવાર નવાર સંયોગોથી તેનું મન દ4 અને સાહસિક વૃત્તિવાળું બન્યું હતું. તેને પોતાને માટે બહુજ નવાઇ લાગતું “ અહો ! માણસોને દુર્દેવ કેવા પ્રકારનું હોય છે. જોકે મરણતો દરેકને માટે નિર્માણ થએલું હોય છે તથાપિ મરણે ભરણે પણ ફેર હોય છે, ખેર ! કુદરત ! કુદરત ! ભલી ભાગ્ય દેવી ! તેંપણું તારા પંથી જનને પુરેપુરો બદલો આપ્યો, આહ ? માણસને અણધારી આફતો ક્યાંયથીએ આવી પડે છે, કે તે બિચારો ભાગ્યેજ તેમાંથી બચવાને શકિતવાન થાય છે, અરર ? જગતમાં આવાં દૈવ હતાં હશે ?
સેરઠે.
દુઃખના ડુંગર શીર, અચિંત્યા વરસી રહયા, રાખ ધિરજ વીર. ડાહ્યા પણ ડુબી ગયા; જેડી શ્રી જુદીશ. પાંડવ સરખા નરપતિ વેઠયા જંગલ વાસ, દેવ કળા ન્યારી ખરે? ” ૨
માનવીની શી ગુંજાસ હોય કે જેથી દેવ આગળ પોતે પિતાને વિજય કંકો વગડાવી શકે ! માનવીની એવીતે શું સત્તા રહેલી છે કે જેથી તે શકિતના પ્રભાવથી તેનું દૈવ અંજાઈ જઈ તેને આધિન થઈ જાય ! માનવીમાં એવું તે કયા પ્રકારનું બળ રહેલું છે કે તે બળના ગોરવ અને ગર્વિષ્ટપણથી તે દુદૈવને જીતી શકે ! ને ! ને ! તેને માટે તે કંઈ પણ ઉપાય છેજ નહિ; અને હશે તો જણાશે ! દેવની મહેર વિનાશ થઈ કે માનવીને તેના ભોગ થવું જ પડે; હેમનડા ! તું શા માટે નિરાશ થાય છે ! આ જગતમાં કોનું ધાર્યું થયું છે. રાવણ સરખા અંહકારી રાયની ધારેલી ધારણાઓ પણ મનમાં જ રહી ગઈ. દુર્યોધન સરખા ગર્વિષ્ટ છત્રપતિની આશાઓ હદયમાંજ સમાઈ ગઈ. અને એક વખતના છત્રપતિ એવા તેઓ જંગલમાં ભુંડી રીતે મુવા ! તે પછી તારું શું બગડવાનું છે તું વ્યર્થ ખેદ નહિ કર ! હે ચેતન ! તારી પછી દુનિયામાં શું બનશે ! તે હારે કયાં જવા આવવું છે? માટે હેમના શાંત થઈ તારી અંતિમ ઘડીઓને તું સંભાળી લે ! શોક નહિ કરા