________________
“ વિપત પડે નરશીર, શતા તું શાને રહે;
ખપ નહી આવે લગીર, ધન દોલતને દસ ખરે! રાવણ રહ રણ માંહ્ય, દુર્યોધન ડુબી ગયે;
માનવ ધારે કાઈ, દૈવને મન આર છે ” જગતમાં સર્વને મરવાનું નિર્માણ છે, દૈવ પણ સર્વને વળ ગેલું છે, ગાડાના ચક્રની ધારાની પેઠેમ ઊંચે ચડવું અને નીચે પડવું એ માનવ જીવનનું સાધારણ લક્ષણ છે. દૈવ માણસને ઉચું ચડાવિને એકદમ સમુદ્રમાં પટકી દે છે, તેને દયા હે તી જ નથી. રાજા અને રંક, ગરીબ અને તવંગર, વિદ્વાન અને મુખ, શાણા અને શહ વગેરે સર્વ કેઈને પણ રગડયા વગર તે રહેલું નથી, દેવની પ્રબળ સત્તા આગળ કેણુ બચવા પામ્યું છે. રામ અને લક્ષ્મણને પણ એક વખત બાર વરસ સુધી વનવાસ ભોગવવો પડ્યો હતો. પાંડવો જેવાને પણ દૈવની પ્રબળતાથી તેર વરસ સુધી ઘણું કષ્ટ સહન કરવાં પડયાંતાં, તેવી રીતે દેવની પ્રબળતાથી તમારી બેને નિવાર્યા છતાં પણ મારી બુદ્ધિને તે વખતે દરવાજા બંધ થયા’તા તેથી મૂઢ એવા મને કાંઈ વિચાર ત્યારે આવ્યો જ નહિ; માટે ખરેખર વિનાશ કાળ આવે છતે માણસની બુદ્ધિ પલટાઈ જાય છે. સારૂ કરવા જતાં પણ કાર્ય વિણસી જાય છે. અરર ! શું કરીયે ! લંકાના નાશને વખત આવે છે તે રાવણની અગાધ બુદ્ધિ પણ નાશ પામી ગઈ..
સોરઠ, જ રાવણ તણે કપાળ, અત્તર બુદ્ધિ વસે;
લંકા ફટણ કાલ, એકે બુદ્ધિ ન સાંભળી, રંડાયેલી નાર, ડાહી ડમરી થઈ ફરે;
વંઠી ગઈ જ્યાં વાત, હિપણ હવે શા કામનું એ જુગારી હાવ નિરાશ થઈ ગયે, અરર ! સંસારની આવી મોહ માયામાં રક્ત થએલા આ પામર જીવડાને સર્વને અને હાલી લીલાને ત્યાગ કરીને જવું પડશે. તેનું વજન પડી ગયું. મુખ લેવાઈ ગયું. આંસુને ટપકવા તે એકદમ મુંગે થઈ ગયો. હા !