________________
૧૨૯ દેરી ? તમારા વિશે આ જીવન તવ ફાની દુનિયા છોડી થોડીવારમાં ચાલ્યુ જશે. તમને દરકાર હોય તે તમારે આશ્રયે રહેલી જીવનદોરીને લંબાવ. અરેરે ! આજે પાણી વગર ભાછલુ તરફડીયાં મારે તેમાં તમારા વિરહથી મારે તરફડવું પડે છે, નયનમાંથી આંસુ ખરર ખરર ખરી પડે છે. તથાપિ આ નિગી હદય લેશ પણ શાંતિ પામતું નથી ઇત્યાદિક વિચારમાં ને વિચારમાં રાત્રી પસાર કરી, અને રડી રડીને આંખો પણ રાતી કરી. આખરે પ્રાતઃકાળ થયો અને સૂર્ય પણ ઉદય થયો, તથાપિ રાજા બહાર નિકળતું નથી, રાજાની નરમ તબીયત જોઇ સર્વ કઈ શોકાતુર થયાં, અરેરે ! રાજા સાહેબ તે લાંબા લાંબા નિસાસા નાંખે છે, આપણે કાંઈ પૂછીયે છીયે તે કાંઈ જુવાબ આપે છે, અને બેલતા પણ નથી, સર્વ સેવક લોક પ્રણામ કરે છે તે તેને જુવાબ પણ આપતા નથી, અરર ! રાજા સાહેબને શું થયું ! અરે ! હા! તેઓ ઘેલાતે નથી થયા ! ઈત્યાદિક અનેક પ્રકારે સેવકે બોલવા લાગ્યા. પ્રહર દિવસ ચડવા આવ્યો, છેવટે ઘડીયારમાં દશના ટકોરા વાગ્યા. તથાપિ રાજા બહાર નિકળતા નથી, એટલું જ પણ નહિ પલંગમાં આમ તેમ આળોટે છે, તો પણ કળ પડતી નથી, અરેરે ! આજે રાજા સાહેબને શરીર શું થયું હશે. હજુ સુધી સભામાં પણ આવ્યા નથી. અત્યાદિ વિચારતો માજી પ્રધાન પેથડકુમાર અંતેઉરમાં ચાલ્યો ગયો. તે રાજાને મલીન મુખવાળો થયો છતો અને પલંગમાં બેઠેલો અને હાથ ઉપર જેણે પિતાના ગાલ મુકેલા છે એ અને અશ્રુનાં બિંદુઓ સરકાવતે હેય તેમ આકુળ વ્યાકુળ થએલા રાજાને તે બેલાવતો હો. હે દેવ! આજે આટલી બધી તમને શી ચિંતા લાગી છે ! શું કોઈ સુંદરીએ તમારૂ હદય ઘાયલ કરેલું છે ! અથવા તે શું હૈડા હાથી પ્રમુખની ચિંતા વળગેલી છે ? કે કઈ દુશ્મન રાજાની ચિંતા છે! અગર આપને એવડું તે શું દુઃખ છે ! કે જેથી આ ટલા બધા દુ:ખમાં ગરકાવ થયા છે !
હે બુદ્ધિનિધાન ! “તે સુંદરીએ મારું હૃદય ઘાયલ કરેલું છે. તેના વિરહે હું મરી જાઉ છું. કે આજ સુધી જે રમણી ઉપર હું વિરક્તપણે રહ્યો હતો, તેના વગર એક ક્ષણ પણ મને એક વરસ સમાન થઈ પછી છે, બોલતાં બોલતાં તેની આંખમાંથી અશ્રુનાં બિંદુઓ ખરી પડયા) તેને વિરહ વેઠવાને હું લેશ પણ સમય નથી, અરેરે ! શોક્યની