________________
૧૫ર ભૂખમાં દાંત રહેલા છે બહુધા એવુંજ જેવાય છે કે જે મનુષ્ય હૈયાના મલિન હોય છે તેઓ મેંએથી મીઠું બોલનારા હોય છે અને શાંત હોય છે. અને જેઓ બિચારા ભદ્રક પરિણામી હોય છે તેઓ તરતજ પિતાને ઉમર ખાલી કરે છે. કારણુ કે ભોળા માણસો હદયમાં છે. રવી શકતા નથી, તેથી તેઓ જલદીથી હદયના ઉદગારોને બહાર કાઢી નાંખે છે, એ પ્રકારે જગતનો સામાન્ય વ્યવહાર છે. માટે સ્વામિન ! આ ધુતારાના સરદાર, ચોરનો ભાઈ ઘંટીચોરને સપ્ત શક્ષા કરો” પિોલીસે રાજા સાહેબ આગળ ધુતારાનું કાટલું કાઢી નાંખ્યું.
તેની વાત સાંભળીને રાજાને ક્રોધમાં ઉમેરે છે, તેનાં ને રક્તતાને વરસાવવા લાગ્યાં ક્રોધથી તેની કોમળ કાયા કંપવા લાગી. તેના રક્ત બિબોલ્ડ ફરવા લાગ્યા, તેના મનમાં અનેક પ્રકારનાં વાતાવરણ ઉભરાવા લાગ્યાં, ક્રોધના આવેશથી તે પિતાની સ્થીતિનું પણ ભાન ભુલી ગયો છે, તેના આ પ્રકારના ઉગ્ર ક્રોધથી સભાના લેક કંપવા લાગ્યા. કેટલાક તે ભયથી વ્યાકુળ થઈ પરશેવાના વેદથી ભી જાવા પણ લાગ્યા. મંત્રી પેથડકુમાર પણ રાજાની આવી પ્રકૃતિ જોઇને નવાઈ પામ્યા, ખરેખર આજે કેઈન જાનમાલની પાયમાલી થવા બેઠી છે, હમણાં થોડી જ વારમાં ગમે તે કોઈને જીવ જોખમમાં આવી પડશે, એવી ધાસ્તી રાખવામાં આવે છે, અરર ! આજે રાજા કોઈકના રૂધિરને તરો થયો છે ગમે તેને ભોગ લીધા વગર તેનો સતારો પર પડવાને નથી. ખેર ! જે બનવાનું હશે તે કદાપિ મિથ્થા થઈ શ કતું નથી. માણસ કંઇ કરવાને શક્તિવાન નથી. ભાગ્ય જ્યારે પવારે છે ત્યારે આવાં આવાં નિમિતો મળી જાય છે. આહા ! જગતની લીલા કેવા પ્રકારની છે ? પલક પહેલાં શું ધારેલું હોય છે ત્યારે દેવ શું કરી નાખે છે. દૈવની સત્તાથી ગુપ્ત રીત્યા રહેલી બાબતનો તેનો વખત આવતાં તરતજ પ્રગટ થઈ જવાને વિલંબ થત નથી. માણસે કેવા પ્રકારનું બિંદુ ધારેલું હોય છે ત્યારે દેવે તેને માટે જુદોજ ઘાટ ઘડી રાખેલો હોય છે માટે જે હશે તે થોડા જ વખતમાં જણાશે, છતાં આપણે તે પ્રયત્ન કરવાને બંધાયેલા છીએ, એટલામતે કોધથી રક્ત થએલા રાજાને વદનનાંથી ક્રોધથી ધગધમતી ઉર્મિઓ નિકળવા માંડી. “રે લુચ્ચાઈ તું મારા રાજ્યમાં આવી